પીગળતા ગ્લેશિયરે 54 વર્ષ જૂનું રહસ્ય ખોલ્યું ! માનવ હાડકાં સહિતના મહત્વના પૂરાવા મળ્યા

એક અઠવાડિયા પહેલા મેટરહોર્નના ઉત્તરપશ્ચિમમાં, ઝેરમેટના રિસોર્ટ નજીક સ્ટોકસી ગ્લેશિયર પર અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ માટે પોલીસની ડીએનએ (DNA) પૃથ્થકરણની પ્રક્રિયા હજુ ચાલુ છે.

પીગળતા ગ્લેશિયરે 54 વર્ષ જૂનું રહસ્ય ખોલ્યું ! માનવ હાડકાં સહિતના મહત્વના પૂરાવા મળ્યા
Glacier (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 10, 2022 | 9:46 AM

યુરોપના (Europe) દેશોએ ભૂતકાળમાં આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ગ્લેશિયર્સ હવે પીગળી રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં (Switzerland) પીગળતા ગ્લેશિયર્સ આ દિવસોમાં ઘણા રહસ્યો ખોલી રહ્યા છે. આ ઉનાળામાં ( Summer) આલ્પ્સમાં ઊંચા તાપમાને પીગળેલા ગ્લેશિયર્સને કારણે જૂન 1968માં જુનફ્રાઉ અને મોન્ચ પર્વતની શિખરો નજીક એલેશ્ચ ગ્લેશિયર પર ક્રેશ થયેલું પ્લેન ક્રેશ (Plane Crash) થયું હતું. ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં એક પર્વત માર્ગદર્શક દ્વારા આ વિમાનની શોધ કરવામાં આવી હતી. જેમાંથી 54 વર્ષ જૂના રહસ્યો બહાર આવ્યા છે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, પોલીસના પ્રવક્તાએ સોમવારે આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, બે ફ્રેન્ચ ક્લાઇમ્બર્સને ગયા બુધવારે વેલાઈસના દક્ષિણી કેન્ટનમાં ચાઝેન ગ્લેશિયરને (Glacier)સ્કેલિંગ કરતી વખતે માનવ હાડકાં મળ્યાં હતાં. તેમજ માનવ હાડપિંજરને તે જ દિવસે હેલિકોપ્ટર દ્વારા ગ્લેશિયરમાંથી એરલિફ્ટ (Airlift) કરવામાં આવ્યું હતું.

જૂના રસ્તાઓ પર હાડકાં મળી આવ્યા

ધ ગાર્ડિયનના અહેવાલમાં બ્રિટિશ પર્વતારોહણ સંસ્થાના વોર્ડન ડારિયો એન્ડેનમેટેનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ હાડકાં એક જૂના રસ્તાઓ પાસે મળી આવ્યા હતા, જે લગભગ 10 વર્ષ પહેલા બંધ થઈ ગયા હતા. ભૂતકાળમાં ઘણા આરોહકો આ વિસ્તારમાં તેમની ચડાઈ શરૂ કરતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને માનવ હાડકાં મળ્યાં છે કારણ કે તેઓ જૂના નકશા પર આધાર રાખતા હતા.એન્ડેનમેટેને કહ્યું કે માનવ હાડપિંજરમાં ખુલ્લા હાડકાં સિવાય બહુ ઓછા અવશેષો છે. આવી સ્થિતિમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે વ્યક્તિ “1970 અથવા 80 ના દાયકામાં” મૃત્યુ પામ્યો હોવો જોઈએ. એક અઠવાડિયા પહેલા મેટરહોર્નના ઉત્તરપશ્ચિમમાં, ઝેરમેટના રિસોર્ટ નજીક સ્ટોકસી ગ્લેશિયર પર અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ માટે પોલીસની ડીએનએ (DNA) પૃથ્થકરણની પ્રક્રિયા હજુ ચાલુ છે.

આલ્પાઈન વિસ્તારમાં ગુમ થયેલા 300 લોકોની શોધ યથાવત

પોલીસે આલ્પાઈન વિસ્તારમાં 1925થી અત્યાર સુધીમાં લગભગ 300 ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરી છે. જેમાં સુપરમાર્કેટ ચેઈન મિલિયોનેર કાર્લ-એરિવાન હાબનો સમાવેશ થાય છે, જે જર્મન, રશિયન અને અમેરિકન નાગરિક છે. જેમાં રશિયન અને અમેરિકન નાગરિકો 7 એપ્રિલ 2018ના રોજ સ્કીઇંગ ટૂર ટ્રેનિંગ દરમિયાન ઝેરમેટ વિસ્તારમાં ગુમ થયા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati