Sweden News: ભારતીય સ્ટુડન્ટનું સ્વીડનમાં રહસ્યમય મોત, પરિવારે હત્યાનો લગાવ્યો આરોપ

મૃતક વિદ્યાર્થીનું નામ રોશની દાસ છે. તેના પરિવારનો આરોપ છે કે રોશનીની સ્વીડનમાં હત્યા કરવામાં આવી હતી. રોશની તે વિસ્તારમાં જીનિયસ તરીકે જાણીતી હતી. રોશનીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્વીડિશ એમ્બેસીથી ભારતીય દૂતાવાસમાં સમાચાર આવ્યા બાદ પોલીસે પરિવારને રોશનીના સમાચારની જાણકારી આપી હતી. રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી.

Sweden News: ભારતીય સ્ટુડન્ટનું સ્વીડનમાં રહસ્યમય મોત, પરિવારે હત્યાનો લગાવ્યો આરોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 9:15 AM

Sweden News: રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી. પરંતુ ત્યારપછી રોશનીનો સંપર્ક થઈ શક્યો ન હતો.

આ પણ વાંચો: Sweden News: સ્વીડનની કંપનીને મળ્યું મહારાષ્ટ્રમાં ડિજિટલ મીટર લગાવવાનું ટેન્ડર, જાણો કયા શહેરમાં લગાવશે મીટર

આ પછી 13 ઓક્ટોબરે રોશનીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રોશનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોશનીના પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સ્વીડનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સ્વીડનમાં વેસ્ટ બંગાળની એક તેજસ્વી વિદ્યાર્થીના રહસ્યમય મોતના સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુરની રહેવાસી વિદ્યાર્થી સ્વીડનની એક યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહ્યી હતી. મૃતક વિદ્યાર્થીનું નામ રોશની દાસ છે. તેના પરિવારનો આરોપ છે કે રોશનીની સ્વીડનમાં હત્યા કરવામાં આવી હતી.

કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીની વિદ્યાર્થીની હતી

રોશની તે વિસ્તારમાં જીનિયસ તરીકે જાણીતી હતી. રોશનીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રોશની સ્વીડનની કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીની વિદ્યાર્થીની હતી. બાદમાં તે સંશોધન માટે સ્વીડન ગઈ હતી.

છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી

આ મહિનાની 13 તારીખે રોશનીના પરિવારને તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. સ્વીડિશ એમ્બેસીથી ભારતીય દૂતાવાસમાં સમાચાર આવ્યા બાદ પોલીસે પરિવારને રોશનીના સમાચારની જાણકારી આપી હતી. રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી.

મૃતદેહને ભારત દેશમાં પરત લાવવાની પણ માંગ

પરંતુ ત્યાર પછી રોશનીનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ પછી 13 ઓક્ટોબરે રોશનીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રોશનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોશનીના પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સ્વીડનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પરિવારે રોશનીના મૃતદેહને ભારત દેશમાં પરત લાવવાની પણ માંગ કરી છે. મૃતક વિદ્યાર્થીની રોશનીના પરિવારે એમ પણ કહ્યું છે કે તેઓ સ્થાનિક સાંસદ દ્વારા કેન્દ્ર સરકારને અપીલ કરશે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">