સુધરે તો ચીન નહી, ચીનમાં વધુ એક વાયરસનો કેર, 7 લોકોના મોત, 60 કરતા વધારે લોકો થયા સંક્રમિત, માણસોમાં પણ રોગ ફેલાવાની શક્યતા

એક તરફ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે કેમકે કોરોના વાયરસે દુનિયાને પોતાનો શિકાર બનાવી રાખ્યો છે અને ઝડપથી તે ફેલાતો પણ જઈ રહ્યો છે તે વચ્ચે હવે ચીનમાં નવો એક સંક્રમણ ફેલાવતો રોગ સામે આવ્યો છે કે જેને લઈને 7 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને 60 કરતા વધારે લોકો સંક્રમણનો ભોગ […]

સુધરે તો ચીન નહી, ચીનમાં વધુ એક વાયરસનો કેર, 7 લોકોના મોત, 60 કરતા વધારે લોકો થયા સંક્રમિત, માણસોમાં પણ રોગ ફેલાવાની શક્યતા
http://tv9gujarati.in/sudhre-to-chin-n…e-loko-sankramit/
Pinak Shukla

|

Aug 05, 2020 | 5:04 PM

એક તરફ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે કેમકે કોરોના વાયરસે દુનિયાને પોતાનો શિકાર બનાવી રાખ્યો છે અને ઝડપથી તે ફેલાતો પણ જઈ રહ્યો છે તે વચ્ચે હવે ચીનમાં નવો એક સંક્રમણ ફેલાવતો રોગ સામે આવ્યો છે કે જેને લઈને 7 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને 60 કરતા વધારે લોકો સંક્રમણનો ભોગ પણ બની ચુક્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈની ચીનનાં માધ્યમથી માહિતિ આપી હતી કે ચીનમાં ટિક-જનીત વાયરસથી થવા વાળી બિમારી હવે બહાર આવી છે જેને 7 લોકોના જીવ લઈ લીધા છે અને લોકો સંક્રમણમાં પણ આવવા લાગ્યા છે, સાથે જ આ નવા રોગનાં માણસથી માણસમાં ફેલાવાની સંભાવના માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

પૂર્વ ચીનનાં જિઆંગસુ પ્રાંતમાં આ વર્ષના પહેલા 6 મહિના દરમિયાન જ 37  કરતા વધારે લોકો SFTS વાયરસનાં સંપર્કમાં આવ્યા હતા જે પછી 23 લોકો પૂર્વી ચીનનાં અનહુઈ પ્રાંતમાં સંક્રમિત મળી આવ્યા હતા. વાયપસથી પિડિત જિઆંગસુની રાજધાની નાનજિંગના એક મહિલાને પહેલા તાવ અને ખાંસી જેવા લક્ષણો દેખાયા જે બાદ ડોક્ટરોએ તેના શરીરમાં લ્યૂકોસાઈટ, બ્લડ પ્લેટલેટ્સમાં એકદમ ઘટાડો જોયો. એક મહિનાની સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી. રિપાર્ટમાં જણાવ્યા અનુસાર વાયરસનાં કારણે અત્યાર સુધી અનહુઈ અને પૂર્વ ચીનનાં ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થઈ ગયા.જોકે SFTS વાયરસ કોઈ નવો વાયરસ નથી. ચીને 2011માં વાયરસનાં રોગને અલગ કરી દીધો હતો અને તે બુન્યાવાયરસ(Bunyavirus) શ્રેણીનો છે.

વાયરોલોજીસ્ટનું માનવું છે કે આ વાયરસનું સંક્રમણ માણસો વચ્ચે પણ ફેલાઈ શકે છે. ઝેજિયાંગ વિશ્વવિદ્યાલય મુજબ સંબદ્ધ હોસ્પિટલનાં એક ડોક્ટર શેંગ જિફાંગનં જમાવ્યા અનુસાર વાયરસ માણસથી માણસમાં ફેલાવાની સંભાવનાને ફગાવી નથી શકાતી. દર્દી બીજામાં વાયરસ ફેલાવી શકે છે. જો કે ડોક્ટર્સે કહ્યું છે કે જ્યાં સુધી લોકો સતર્ક રેહશે ત્યાં સુદી આવા વાયરસથી ડરવાની જરૂર નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati