Sri Lanka PM Resigns: શ્રીલંકામાં આર્થિક કટોકટી અને ભીષણ હિંસા વચ્ચે પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામુ આપ્યુ

Sri Lanka Prime Minister Mahinda Rajapaksa Resigns: શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. અત્યારે આ દેશ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

Sri Lanka PM Resigns: શ્રીલંકામાં આર્થિક કટોકટી અને ભીષણ હિંસા વચ્ચે પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામુ આપ્યુ
મહિન્દા રાજપક્ષે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 5:13 PM

શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ (Sri Lanka PM Mahinda Rajapaksa) સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સમાચાર એજન્સી ANIએ સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. આના થોડા સમય પહેલા, એવા સમાચાર હતા કે મહિન્દા રાજપક્ષે (Sri Lanka PM Resigns) ના સમર્થકોએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિરોધીઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સેના તૈનાત કરવામાં આવી હતી. આર્થિક સંકટનો સામનો કરવા માટે સરકાર પર વચગાળાનું વહીવટીતંત્ર બનાવવાનું દબાણ છે.

ઉગ્ર વિરોધ અને હિંસા વચ્ચે મહિન્દા રાજપક્ષેએ ટ્વિટ કરીને કહ્યું, ‘લાગણીઓ ઉકળી રહી છે. હું સામાન્ય લોકોને સંયમ રાખવાની વિનંતી કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.તેમણે તેમના ઘરની બહાર એકઠા થયેલા સમર્થકોને પણ કહ્યું કે તેમને કોઈ રોકી શકશે નહીં. મહિન્દાએ કહ્યું, ‘મને વિરોધ અને આંદોલન જોવાની એટલી આદત પડી ગઈ છે કે મને કોઈ રોકી શકતું નથી. મારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો પૂરતો અનુભવ છે.

એક મહિનામાં બે વાર ઈમરજન્સી લાદવામાં આવી આ પહેલા શુક્રવારે કેબિનેટની વિશેષ બેઠકમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ શુક્રવારે મધરાતથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. લગભગ એક મહિનાના ગાળામાં શ્રીલંકામાં આ બીજી વખત કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ છે, જેનો અર્થ એ છે કે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને બળતણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સરકાર વિરુદ્ધ રસ્તા પર દેખાવકારો 9 એપ્રિલથી સમગ્ર શ્રીલંકામાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, કારણ કે સરકાર પાસે આયાત માટેના ભંડોળનો અભાવ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કલાકો સુધી વીજ કાપનો સામનો પણ કરવો પડે છે. તેમણે આ સંકટ માટે પરિવારવાદને જવાબદાર ગણાવ્યો છે. અહીં સરકાર પર રાજપક્ષે પરિવારનો દબદબો રહ્યો છે. વધતા દબાણ છતાં, રાષ્ટ્રપતિ રાજપક્ષે અને તેમના ભાઈ અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં મહિન્દા રાજપક્ષેના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">