AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: ગોટાબાયાનો ભાઈ બાસિલ રાજપક્ષે શ્રીલંકાથી અમેરિકા ભાગી જવાની ફિરાકમાં હતો, મુસાફરોના વિરોધ બાદ અધિકારીઓએ એરપોર્ટ પર અટકાવ્યા

Sri Lanka Crisis: એરપોર્ટ પર તૈનાત ઇમિગ્રેશન અધિકારીઓ અને મુસાફરોના વિરોધને કારણે બાસિલ રાજપક્ષેને પરત ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ તે દુબઈ થઈને અમેરિકા જવાની તૈયારીમાં હતો.

Sri Lanka Crisis: ગોટાબાયાનો ભાઈ બાસિલ રાજપક્ષે શ્રીલંકાથી અમેરિકા ભાગી જવાની ફિરાકમાં હતો, મુસાફરોના વિરોધ બાદ અધિકારીઓએ એરપોર્ટ પર અટકાવ્યા
Basil Rajapaksa tried to leave the country on Monday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 11:56 AM
Share

Sri Lanka Crisis: શ્રીલંકા(Sri Lanka)માં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને કારણે સ્થિતિ સંપૂર્ણપણે બગડી ગઈ છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર સામાન્ય લોકોએ કબજો જમાવ્યો હતો. આ પછી એ વાત સામે આવી કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) દેશ છોડીને ભાગી ગયા. તે જ સમયે, હવે તેમના ભાઈ અને પૂર્વ મંત્રી બાસિલ રાજપક્ષે(Basil Rajapaksa) પણ દેશ છોડવાની તૈયારીમાં છે. શ્રીલંકાના મીડિયા અનુસાર બેસિલ રાજપક્ષેએ સોમવારે દેશ છોડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ એરપોર્ટ પર તૈનાત ઈમિગ્રેશન અધિકારીઓ અને મુસાફરોના વિરોધને કારણે તેને પરત ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ તે દુબઈ થઈને અમેરિકા જવાની તૈયારીમાં હતો.

શ્રીલંકાના મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ભાઈ બાસિલ રાજપક્ષે કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ અથવા સિલ્ક રોડ દ્વારા દેશમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ લોકોએ તેને ત્યાં ઓળખી લીધો અને તેના દેશ છોડવાનો વિરોધ કર્યો. મળતી માહિતી મુજબ, બાસિલ રાજપક્ષે મોડી રાત્રે 12.15 વાગ્યે એરપોર્ટના ચેક-ઈન કાઉન્ટર પર પહોંચ્યા હતા અને ઈમિગ્રેશન અધિકારીઓએ ના પાડ્યા બાદ 3.15 વાગ્યા સુધી ત્યાં જ રહ્યા હતા.

શ્રીલંકાના મીડિયા અનુસાર, ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ ભૂતપૂર્વ પ્રધાન બાસિલ રાજપક્ષેને સિલ્ક રોડ ટર્મિનલ દ્વારા દેશ છોડવાની મંજૂરી આપી નથી. આ સાથે તેમનું કહેવું છે કે શ્રીલંકામાં ચાલી રહેલી કટોકટી અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સિલ્ક રોડ ક્લિયરિંગ ટર્મિનલ દ્વારા નેતાઓના દેશ છોડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં અધિકારીઓએ નિર્ણય લીધો છે કે તેઓ તેમની સેવાઓ બંધ કરી રહ્યા છે.

એવું સામે આવ્યું છે કે બેસિલ રાજપક્ષે અમીરાત એરલાઈન્સની ફ્લાઈટ નંબર EK-349માં દુબઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમની ફ્લાઈટ બપોરે 3.15 વાગે રવાના થવાની હતી. દરમિયાન સિલ્ક રોડ પાસે હાજર મુસાફરોએ તેને ઓળખી લીધો હતો. આ પછી તેણે બેસિલનો વિરોધ કર્યો અને બૂમો પાડવા લાગ્યા કે બેસિલને એરપોર્ટની બહાર લઈ જવામાં આવે. આ પછી બેસિલ એરપોર્ટ છોડીને પાછો ગયો.

g clip-path="url(#clip0_868_265)">