જમીનમાંથી મળ્યા 76 બાળકના કંકાલ, બલી ચઢાવીને કરાયુ હતુ ભયાનક મોત
Skulls of Seventy six children : એક જગ્યાએથી 76 બાળકોના કંકાલ મળી આવ્યા છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ફોટોમાં દેખાતા દ્રશ્યો રુવાટા ઉભા કરી દે તેવા છે.
Shocking News : આ દુનિયામાં જે જન્મે છે તેનુ મોત નક્કી જ છે. બસ બધાના સમય અલગ અલગ હોય છે, મોત થવાની ઘટના અલગ હોય છે. પણ ઘણીવાર લોકોને એવી દર્દનાક મોત મળી છે જેના વિશે સાંભળીને રુવાટા ઉભા થઈ જાય છે. દુનિયાના એક દેશમાં હાલ જમીનમાંથી 76 બાળકોના કંકાલ (Skulls of Seventy six children) મળી આવ્યા છે. તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ફોટોમાં દેખાતા દ્રશ્યો રુવાટા ઉભા કરી દે તેવા છે. આ દ્રશ્યો પર અંદાજો લગાવી શકાય છે કે તેમને કેવી દર્દનાક મોત મળી હશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત.
દક્ષિણી અમેરિકન દેશ પેરુમાં પુરાતત્વ વિભાગને અનેક બાળકોના કંકાલ મળ્યા હતા. જેમની બલી ચઢાવવામાં આવી હતી. પુરાતત્વ વિભાગનું માનવુ છે કે અહીંથી હજુ ઘણા કંકાલ મળશે. પેરુના હુઆંચાકો વિસ્તારમાં ખોદકામ ફલોરિડા વિશ્વવિદ્યાલયના એન્થ્રોપોલીજીના સહાયક પ્રોફેસર ગેબ્રિયલ પ્રીતોના નેતૃત્વમાં થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે બલિ દરમિયાન આ બાળકોના હ્દય નીકાળી લેવામાં આવ્યા હશે. પેરુના આ વિસ્તારમાંથી આવા 76 બાળકોના કંકાલ મળ્યા છે.
બાળકોના કંકાલ જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હ્દયની નજીકના હાડકા કાપીને તેમના હ્દય કાપી લેવામાં આવ્યા હશે. આ કંકાલ પેરુના પૂર્વ વિસ્તારમાં દફન થયેલી સ્થિતિમાં મળ્યા છે. તે એક આર્ટીફિશિયલ પહાડ જેવા ભાગ પર દફન કરવામાં આવ્યા હતા. લોકોને લાગતુ હતુ કે પેરુના આ વિસ્તારમાં આવી બલિ પ્રથા કયારેય અસ્તિત્વમાં ન હતી પણ આ તો તેમની કલ્પનાથી તદ્દન અલગ હતુ. એ વાત જાણી શકાય નથી કે આ બાળકોની બલિ કેમ આપવામાં આવી હશે અને આ કંકાલ કેટલા વર્ષ જૂના હશે.
વર્ષોથી ચાલી રહ્યુ છે ખોદકામ
પેરુના આ વિસ્તારમાં વર્ષોથી ખોદકામ ચાલી રહ્યુ છે. હમણા સુધીના ખોદકામમાં અહીંથી 323 બાળકોના કંકાલ મળ્યા છે. તેની નજીકના એક વિસ્તારમાંથી 137 બાળકો સહિત 3 વયસ્કોના કંકાલ પણ મળ્યા હતા. પુરાતત્વ વિભાગનું માનવુ છે કે અહીંથી 1000થી વધારે કંકાલ મળી શકે છે.
કંકાલોને કાર્બન ડેટિંગની જરુરત
પેરુના આ વિસ્તારમાંથી મળેલા કંકાલોને રેડિયો કાર્બન ડેટિંગની જરુરત છે. આ બલિઓ ઈ.સ. 1100થી 1220ની વચ્ચે આપી હોવાનું પણ અનુમાન છે. પેરુમાંથી મળેલા આ કંકાલોને કારણે આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ છે.