Social Media Love Story: સોશિયલ મીડિયા પર પ્રેમ પાંગર્યો, પ્રેમી માટે ધર્મ બદલ્યો, પહોંચી ગઇ દુશ્મન દેશ,,,,જાણો સીમા-અંજુની લવસ્ટોરીની સામ્યતા
Social Media Love Story: આ બંને લવસ્ટોરીમાં બંને મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી છે. અને, બંને મહિલાઓ દુશ્મન દેશના પ્રેમીના પ્રેમમાં પાગલ થઇ છે. આ બંનેમાં મહિલાઓ પોતાના સંતાનો અને પરિવારને છોડીને અન્ય દેશમાં ગઇ છે.

Social Media Love Story: આજકાલ સમાચાર માધ્યમોમાં સોશિયલ મીડિયા લવર્સ સ્ટોરી ખુબ જ ચર્ચામાં છે. જેમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની લવ સ્ટોરીએ લોકોને વિચારતા કરી દીધા છે. ત્યારે આ લવસ્ટોરીને લઇને અનેક સવાલો છે. જેમાં સીમા હૈદરને એક જાસૂસ તરીકે જોવામાં આવી રહી છે. જ્યારે અંજુની લવસ્ટોરીને લઇને પણ અનેક સવાલો હજું અકબંધ છે.
અંજુ અને સીમા હૈદરની લવસ્ટોરીની સામ્યતા
નોંધનીય છેકે આ બંને લવસ્ટોરીમાં બંને મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી છે. અને, બંને મહિલાઓ દુશ્મન દેશના પ્રેમીના પ્રેમમાં પાગલ થઇ છે. આ બંનેમાં મહિલાઓ પોતાના સંતાનો અને પરિવારને છોડીને અન્ય દેશમાં ગઇ છે. આ સાથે બંને મહિલાઓએ પોતાના ધર્મનો ત્યાગ કરીને પ્રેમીના ધર્મને અપનાવી લીધા છે. જેમાં એક હિંદુ મહિલા ઇસ્લામ બની ગઇ છે તો એક મુસ્લિમ મહિલા હિંદુ બની ગઇ છે. હાલ આ બંને મહિલાઓના પ્રેમને લઇને લોકોમાં ચર્ચાનો વિષય બની છે. અને, સમાચાર માધ્યમો પણ બંનેની હરકતો પર પળેપળે નજર રાખી રહી છે.
પરણિત મહિલાઓએ ઘર-પરિવારનો ત્યાગ કર્યો
આ સાથે બંને મહિલાઓના પતિ અને પરિવારજનોએ તેમનો અસ્વીકાર કર્યો છે. છતાં બંને મહિલાઓ પોતપોતાના દેશમાં પાછા ફરવાનું પણ જણાવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બોયફ્રેન્ડના પ્રેમમાં પાગલ બનેલી બંને મહિલાઓ પરણિત હોવા છતાં દુનિયાની કંઇપણ પરવા કર્યા વગર દેશ છોડ્યો છે. અને, પોતાના પતિને છોડીને દુશ્મન દેશના પ્રેમી સાથે ઘર વસાવવાના સપના સેવી રહી છે. ત્યારે સીમા હૈદરને લઇને તો જાસૂસી હોવાના પણ આરોપ થઇ રહ્યા છે. જ્યારે અંજુનો પ્રેમી તો નસરુલ્લા તેની સાથેના નિકાહ અને પ્રેમનો પણ ઇન્કાર કરી રહ્યો છે. જ્યારે સીમા હૈદરનો પ્રેમી સચિન તો સીમા સાથે રહેવાનું કહી રહ્યો છે.
અહીં નોંધનીય છેકે અંજુના પાકિસ્તાનમાં ગયા બાદ અનેક વીડિયો સમાચાર માધ્યમોમાં આવી રહ્યા છે. અંજુ અને નસરૂલ્લાના પ્રિ-વેડીગના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે આ બંને મહિલાઓની લવસ્ટોરી આગામી સમયમાં નવો શું અધ્યાય ચિતરે છે તેના પર સૌકોઇની નજર મંડરાયેલી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો