પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પણ શાહબાઝ શરીફ આજે આલાપશે કાશ્મીરનો રાગ
પાકિસ્તાનની હાલની સ્થિતિ એટલી નાજુક બની ગઈ છે કે દેશના લોકોને પણ ખાવા માટે ફાંફા છે. લોકો ભૂખમરા અને ગરીબીથી પીડાઈ રહ્યા છે. ખાદ્ય પદાર્થ સહીત જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને છે. પરંતુ પાકિસ્તાન આજે 'કાશ્મીર સોલિડેરિટી ડે' ઉજવશે.
દોરડું બળી ગયું પણ વળ ના છૂટ્યાં… તમે બધાએ આ કહેવત સાંભળી જ હશે. અત્યારે પાકિસ્તાનની પણ એવી જ હાલત છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઘરે-ઘરે ભીખ માંગી રહ્યા છે. પરંતુ તેમને કાશ્મીર જોઈએ છે. ગરીબીને છુપાવવા માટે ‘સીધું’ પાકિસ્તાન આજે ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવશે. પીએમ શાહબાઝ આઝાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સત્રને સંબોધિત કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે શનિવારે આ માહિતી આપી હતી.
મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, વડા પ્રધાન શાહબાઝ પાકિસ્તાનની સરકાર અને લોકો વતી કાશ્મીરના બહાદુર, ઉત્સાહી અને સ્વતંત્રતા-પ્રેમી લોકો સાથે એકતા દર્શાવશે. તેમણે કહ્યું કે પીએમ શહેબાઝ જમ્મુ અને કાશ્મીર વિવાદ પર પાકિસ્તાનના વલણની સાથે સાથે કાશ્મીરી લોકોને સમર્થન આપશે.
તેમણે કહ્યું કે રવિવારે સમગ્ર દેશમાં કાશ્મીર એકતા દિવસ પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ સંબંધે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.
પાકિસ્તાન નાદારીની આરે છે
પાકિસ્તાનની હાલની સ્થિતિ એટલી નાજુક બની ગઈ છે કે, દેશના લોકો પણ ખાવા માટે ફાંફા છે. લોકો ભૂખમરા અને ગરીબીથી પીડાઈ રહ્યા છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. લોકોના ઘરમાં લોટ નથી. એટલે કે દેશ સંપૂર્ણ વિનાશના આરે પહોંચી ગયો છે.
કપરી આર્થિક સ્થિતિમાં છે પાકિસ્તાન…
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ આટલું બધું હોવા છતાં તેણે પોતાનો ડર ગુમાવ્યો નથી. આતંકવાદથી પીડિત, ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 16.1 ટકાના તીવ્ર ઘટાડા સાથે 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ માત્ર એટલું જ છે કે તે માત્ર ત્રણ અઠવાડિયાની આયાત જરૂરિયાતો પૂરી કરી શકતું હતું.
આજે કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે
પરંતુ તેની પાસે સમારંભમાં ખર્ચ કરવા માટે પૈસા છે. દેશમાં આજે મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને આઝાદ જમ્મુ-કાશ્મીરના લોકો દર વર્ષે 5 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન પાસે રેલી યોજવાની શક્યતા છે.