Saudi Arabia : 30 વર્ષથી ટોઈલેટમાં બની રહેલા ‘ભારતીય નાસ્તા’ પર લાગ્યો પ્રતિબંધ
સાઉદી અરેબિયાના (Saudi Arabia) જેદ્દાહ શહેરમાં એક રેસ્ટોરન્ટ 30 વર્ષ કરતા પણ વધુ સમયથી શૌચાલયમાં સમોસા બનાવતી હોવાનો ઘટોસ્ફોટ થયો છે. સ્થાનિક અધિકારીઓને આ માહિતી મળતા આ ડીશ પર હવેથી પ્રતિબંધ લાગ્યો છે.
આપણને સૌને બહાર લારી- રેસ્ટૉરન્ટ (Restaurant) પર જઈને નાસ્તાની લિજ્જત માણવી ખુબ જ ગમતી હોય છે. કોઈપણ ઋતુ હોય કે સમય હોય, સમોસા (Samosa Dish) એ એક એવી ભારતીય ડીશ છે કે જેને નાના મોટા દરેક લોકો ખાવાનું ખુબ જ પસંદ કરે છે. સમોસા એ આજે એક આંતરરાષ્ટ્રીય ડીશ બની ચુકી છે. લોકપ્રિય ગાયક ઝેન મલિકની (Zayn Malik) પ્રિય ડીશ પણ ‘સમોસા’ છે. સાઉદી અરેબિયામાં એક રેસ્ટોરન્ટમાં ભારતીય ડીશ સમોસાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમોસા ટોઈલેટમાં બનાવાતા હોવાની માહિતી સ્થાનિક અધિકારીઓને મળતા ભારે ઉહાપોહ મચી ગયો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર જેદ્દાહ મ્યુનિસિપાલિટીએ છેલ્લા 3 દાયકાથી આ રેસ્ટોરન્ટ ‘અતિ અસ્વચ્છ પરિસ્થિતિ’માં નાસ્તો બનાવતી હોવાની સૂચના મળતાં આ રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, અધિકારીઓએ એ પણ શોધી કાઢ્યું હતું કે, આ રેસ્ટોરન્ટ માંસ, ચિકન અને ચીઝનો ઉપયોગ પણ કર્યો હતો કે જે 2 વર્ષ કરતાં વધુ સમય પહેલાં તેની એક્સપાયરી ડેટ સમાપ્ત થઈ ચુકી હતી. ઓકાઝ અખબારે આ સનસનીખેજ અહેવાલ આપ્યો હતો. તપાસ દરમિયાન તે સ્થળ પર ઘણા જંતુઓ અને ઉંદરો પણ મળી આવ્યા હતા.
સ્થાનિક સાઉદી અખબારના જણાવ્યા મુજબ કામદારો કોઈ હેલ્થ કાર્ડ વિના કામ કરતા હોવાનું જણાયું હતું અને આ રેસ્ટોરન્ટે રેસિડેન્સી કાયદાનો પણ ભંગ કર્યો હતો. હાલમાં આ રેસ્ટોરન્ટને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, 1 ટનથી વધુ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.
فأر ضخم يعتلي سيخ شاورما ويأكل منه بكل راحته!
مطعم في جدة
بدون تعليق! #فيديو #متداول #فأر_الشاورما
— Reema Abuhamdieh (@ReemaAHamdieh) January 21, 2022
જો કે, આવું પહેલીવાર નથી થયું કે સાઉદી અરેબિયામાં આ એવી પહેલી બની હોય કે કોઈ રેસ્ટોરન્ટમાં આવી રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. જેદ્દાહમાં એક પ્રસિદ્ધ શવર્મા રેસ્ટોરન્ટ જાન્યુઆરી મહિનામાં બંધ કરવામાં આવી હતી. કારણ કે એક ઉંદર આજુબાજુ ભટકતો જોવા મળ્યો હતો અને રસોડામાં માંસ ખાતો હતો. આ ઘણાએ પણ ભારે ચર્ચા જગાવી હતી.
સાઉદી અખબાર અજેલના જણાવ્યા અનુસાર અલ બગદાદિયાના પડોશમાં ઉંદરો માંસ ખાતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પગલે અધિકારીઓએ આ રેસ્ટોરન્ટને ઝડપથી સીલ કરી દીધી હતી. નગરપાલિકાએ જણાવ્યું હતું કે તેમની નિયમિત નિરીક્ષણ ઝુંબેશને પરિણામે 43 ઉલ્લંઘનો કરતી રેસ્ટોરન્ટ મળી આવી હતી. જેમાં 26 રેસ્ટોરન્ટ તાત્કાલિકપણે બંધ કરી દેવામાં આવી હતી.