રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થયા સેલ્ફ આઈસોલેટ, હાલમાં પુરી રીતે સ્વસ્થ

વ્લાદિમીર પુતિને કહ્યું કોરોનાથી મોટાપ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. તેમાં તે લોકો પણ સામેલ છે, જેમના સંપર્કમાં પણ તાજેત્તરમાં હું આવ્યો છું. તેથી પોતાને સેલ્ફ આઈસોલેટ કરવો જરૂરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થયા સેલ્ફ આઈસોલેટ, હાલમાં પુરી રીતે સ્વસ્થ
Vladimir Putin

રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પોતાને સેલ્ફ આઈસોલેટ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના પરિચિત વ્યક્તિઓમાંથી કોઈ કોરોના વાઈરસ (Coronavirus)થી સંક્રમિત થયું છે. આ કારણે પુતિને પોતાને સેલ્ફ આઈસોલેટ કરી લીધા છે.

 

ક્રેમલિને (Kremlin) તેની જાણકારી આપી છે. સ્પુતનિકના રિપોર્ટ મુજબ સોમવારે વ્લાદિમીર પુતિને કહ્યું કોરોનાથી મોટાપ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. તેમાં તે લોકો પણ સામેલ છે, જેમના સંપર્કમાં પણ તાજેત્તરમાં હું આવ્યો છું. તેથી પોતાને સેલ્ફ આઈસોલેટ કરવો જરૂરી છે.

 

ત્યારે ક્રેમલિને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેલ્ફ આઈસોલેટ કરવાની યોજના બનાવી છે, કારણ કે તાજેતરમાં જ તેમના પરિચિતોની વચ્ચે કોઈ કોરોના પોઝિટીવ આવ્યું છે. ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજિકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહમોનની સાથે ફોન પર વાતચીત કરી.

 

વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમની ટીમમાં આવેલા કોરોના વાઈરસને લઈ તેમને એક નિશ્ચિત સમય માટે સેલ્ફ આઈસોલેશનમાં જવું જોઈએ. ક્રેમલિને કહ્યું કે હાલમાં રાષ્ટ્રપતિ પુરી રીતે સ્વસ્થ છે. રાષ્ટ્રપતિએ એપ્રિલમાં કોરોના વાઈરસની વેક્સિન સ્પુતનિક વી(Sputnik V)નો ડોઝ લીધો હતો.

સ્પુતનિક વી વેક્સિનને 50થી વધુ દેશોમાં મળી મંજૂરી

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) જ્યારે કોરોના વાઈરસને મહામારી જાહેર કરી હતી. તે દરમિયાન રશિયામાં વેક્સિન તૈયાર કરવા પર કામ શરૂ થઈ ચૂક્યુ હતું. સ્પુતનિક વીને મોસ્કોના ગામેલ્યા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.

વેક્સિનને તૈયાર કરવા માટે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે (RDIF) ફંડિગ આપ્યું. સ્પુતનિક વીનું નામ રશિયાએ બનાવેલા દુનિયાના પ્રથમ સેટેલાઈટ પર આપવામાં આવ્યું છે. આ એડિનોવાઈરસ પર આધારિત વેક્સિન છે, સ્પુતનિક વી રસીને 50થી વધારે દેશોમાં મંજૂરી મળી છે.

કોરોનાથી અત્યાર રશિયામાં 71 લાખથી વધારે લોકો સંક્રમિત

રશિયાના ફેડરલ રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 17,837 નવા કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ પહેલા સંક્રમિત થનારા લોકોની સંખ્યા 18,178 હતી. અત્યાર સુધી રશિયામાં કોરોના વાઈરસના કારણે 71,76,085 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તે સિવાય આ ખતરનાક વાઈરસની ઝપેટમાં આવીને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાને નાબુદ કરવા માટે દેશમાં ઝડપથી લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati