ઝેલેન્સકીએ કહ્યુ કે “જો યુક્રેન યુદ્ધમાં ફસાય તો આખું યુરોપ ડગમગશે અને જો આપણે આ યુદ્ધમાં જીતી જઈએ, તો તે લોકશાહીની મહાન જીત હશે, આપણા મૂલ્યોની સ્વતંત્રતાની જીત હશે.” હું મારા લોકોમાં વિશ્વાસ કરું છું, હું તમારામાં વિશ્વાસ કરું છું.
અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને ‘નો-ફ્લાય ઝોન’ તરીકે જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત વિમાનો પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેના કારણે પરમાણુ હથિયારો લેસ રશિયા સાથે યુરોપિયન દેશોનું મોટા પાયે યુદ્ધ થશે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ફરી એકવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પુતિને મહિલા પાયલોટ સાથેની બેઠકમાં આ ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમારું ન્યુક્લિયર ફોર્સ હાઈ એલર્ટ પર છે. પુતિને બ્રિટિશ મંત્રીને ટાંકીને નાટોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે નાટો યુદ્ધમાં સામેલ થઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવું એ યુદ્ધની ઘોષણા જેવું છે. તમને જણાવી દઈએ કે અગાઉ નાટોએ કહ્યું હતું કે તે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે.
યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. આ દેશની કુલ વસ્તીના બે ટકા છે. યુક્રેન છોડનારા આ લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, કારણ કે દેશની 18-60 વર્ષની વયના પુરુષોની વસ્તીને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?