AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?

ને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?
vladimir putin & Volodymyr Zelenskyy (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 7:03 AM
Share

યુક્રેન (Ukraine) પર રશિયન સેના (Russian Army)ના હુમલા સતત ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે. યુક્રેનના ઈન્ટરલોક્યુટરે શનિવારે આ માહિતી આપી હતી. આ પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે બે રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સલાહકાર વ્લાદિમીર મેડિન્સકી, જેમણે પોલિશ સરહદ નજીક બેલારુસમાં ગુરુવારની વાટાઘાટોમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જણાવ્યું હતું કે બંને પક્ષોની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે, જેમાં દરેક સંઘર્ષના રાજકીય ઉકેલને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

તેમણે વિગતો આપ્યા વિના જણાવ્યુ કે તેમના વચ્ચે પરસ્પર સમજૂતી બની છે. તેમણે પુષ્ટિ કરી કે રશિયા અને યુક્રેન નાગરિકોના સ્થળાંતર માટે સલામત કોરિડોર બનાવવા માટે કામચલાઉ કરાર સુધી વાતચીત પહોંચી છે. વરિષ્ઠ રશિયન સંસદસભ્ય લિયોનીદ સ્લુત્સ્કીએ જણાવ્યું હતું કે વાટાઘાટોના આગામી તબક્કામાં કરારો થઈ શકે છે, જેને રશિયા અને યુક્રેનની સંસદ દ્વારા મંજૂરી આપવાની જરૂર પડશે.

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શનિવારે યુરોપના મોટા શહેરોમાં હજારો લોકોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ બચશે નહીં. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રદર્શનકારીઓને કહ્યું કે તેઓ ચૂપ ન રહે, બહાર નીકળે અને યુક્રેનને સપોર્ટ કરે અને અમારી સ્વતંત્રતાને ટેકો આપો. તે માત્ર રશિયન સૈનિકો પર વિજય જ નહીં, અંધકાર પર પ્રકાશનો વિજય હશે. સારાનો અનિષ્ટ પર વિજય થશે. યુક્રેનની ધરતી પર અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, સ્વતંત્રતા તેના પર જીતશે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

આ પણ વાંચો :HOLASHTAK: હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર પછતાવાનો આવશે વારો!

આ પણ વાંચો :Women’s World Cup 2022: ટીમ ઇન્ડિયા પ્રથમ વાર બની શકે છે વિશ્વ વિજેતા, જાણો 3 મોટા કારણો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">