રશિયા -યુક્રેન યુદ્ધની ગંભીર અસરો વચ્ચે કેવી રીતે પોર્ટફોલિયોને “મોંઘવારી પ્રુફ” બનાવવો? જાણો નિષ્ણાતોનો જવાબ
વધતી જતી મોંઘવારી સામે પોર્ટફોલિયોને કેવી રીતે સુરક્ષિત રાખવો એ મોટો પ્રશ્ન છે. મોતીલાલ ઓસ્વાલના મનીષ સોંથલિયા કહે છે કે જ્યારે કોઈ ચીજવસ્તુની કિંમત વધે છે ત્યારે ભારતમાં મેટલની કિંમત વધે છે.
સમગ્ર વિશ્વમાં મોંઘવારી (Inflation) સતત વધી રહી છે. ક્રૂડ ઓઈલ (Crude Oil Price) ના ઊંચા ભાવને કારણે ભારત પર મોંઘવારી અંગેનું દબાણ વધુ છે કારણ કે ભારત તેના 85% તેલની આયાત કરે છે. તેના તાજેતરના અહેવાલમાં ગ્લોબલડેટાએ જણાવ્યું હતું કે ભારતનો મોંઘવારી દર 2021માં 5.1 ટકાની સરખામણીએ 2022માં 5.5 ટકા સુધી પહોંચી જશે. આ સ્થિતિમાં રોકાણકારો માટે પોર્ટફોલિયો મોંઘવારી પ્રુફ રાખવો મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી(Retail inflation) 6 ટકાથી વધુ હતી. છેલ્લા દસ મહિનાથી જથ્થાબંધ મોંઘવારી બે આંકડામાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2021-2022માં છૂટક મોંઘવારી 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગવર્નર દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 માટે CPI આધારિત મોંઘવારી 4.5 ટકા રહેવાનો અંદાજ છે.
વધતી જતી મોંઘવારી લોકોની ખરીદશક્તિ ઘટાડે છે. વધુમાં મધ્યસ્થ બેંકને વ્યાજ દર વધારવાની ફરજ પડી છે. કોર્પોરેટ્સના નફામાં ઘટાડો થવા લાગે છે જે કંપનીઓના વેલ્યુએશનને અસર કરે છે. આ તમામ કારણોને લીધે રૂપિયાનું મૂલ્ય વધુ ઘટે છે. આ સપ્તાહે ડોલર સામે રૂપિયો 76.16 ના સ્તર પર બંધ થયો છે.
મોંઘવારીથી પોર્ટફોલિયોનું રક્ષણ કેવી રીતે કરવું ?
વધતી જતી મોંઘવારી સામે પોર્ટફોલિયોને કેવી રીતે સુરક્ષિત રાખવો એ મોટો પ્રશ્ન છે. મોતીલાલ ઓસ્વાલના મનીષ સોંથલિયા કહે છે કે જ્યારે કોઈ ચીજવસ્તુની કિંમત વધે છે ત્યારે ભારતમાં મેટલની કિંમત વધે છે. આવા સંજોગોમાં મોંઘવારી સામે ટકવા માટે મેટલ શેરોમાં રોકાણ કરી શકાય છે. રિયલ એસ્ટેટ અને નિકાસ આધારિત થીમ્સમાં રોકાણ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉપરાંત એવા ક્ષેત્રો અને કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં કાચા માલનો ઓછો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે IT સેક્ટર
પોર્ટફોલિયોમાં બેન્કિંગ સેક્ટરનો સમાવેશ કરો
જ્યારે મોંઘવારી વધે ત્યારે કંપનીઓને વધુ કાર્યકારી મૂડીની જરૂર હોય છે. આ રીતે બેંકોનો વેપાર વધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારીના કારણે બેન્કિંગ શેરો મજબૂત પ્રદર્શન કરશે. સારી અને મજબૂત બેંકોમાં યોગ્ય સમયે અથવા ઘટાડા પર રોકાણ કરીને જંગી નફો મેળવી શકાય છે. બેંકિંગ સેક્ટરની હાલત વિશે વાત કરીએ તો એનપીએની સમસ્યા દૂર સુધી દેખાતી નથી. તે કિસ્સામાં તમારા પોર્ટફોલિયોમાં બેંકિંગ શેરોનો સમાવેશ કરવા જોઈએ.
આ પણ વાંચો : Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન
આ પણ વાંચો : કોમોડિટી માર્કેટમાં તેજીનું તોફાન, ક્રૂડ ઓઈલના ઉછાળાની ઈન્ડસ્ટ્રી પર કેવી થશે અસર, જાણો પુરી વિગત