AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુદ્ધના મેદાનમાં ઉતરશે પુતિનની ડ્રોન સેના, આકાશમાંથી આગ વરસાવવાનો મેગા પ્લાન

યુક્રેન પર ચાલી રહેલા હુમલાને આગળ વધારવા અને ભવિષ્યમાં નાટો સામે પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે રશિયાએ ડ્રોન સેના બનાવવાનું નક્કી કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શસ્ત્ર નિર્માતા કંપનીના વડાને રશિયન ડ્રોનનું ઉત્પાદન ઝડપી બનાવવા જણાવ્યું છે.

Russia Ukraine War: યુદ્ધના મેદાનમાં ઉતરશે પુતિનની ડ્રોન સેના, આકાશમાંથી આગ વરસાવવાનો મેગા પ્લાન
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 8:09 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War) ડ્રોનના ઉપયોગે વિશ્વભરની સેનાઓને ઉંઘ ઉડાવી દીધી છે. યુક્રેન પર ચાલી રહેલા હુમલાને આગળ વધારવા અને ભવિષ્યમાં નાટો સામે પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે રશિયાએ ડ્રોન (Drone) સેના બનાવવાનું નક્કી કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શસ્ત્ર નિર્માતા કંપની રોસ્ટેકના વડાને રશિયન ડ્રોનનું ઉત્પાદન ઝડપી બનાવવા જણાવ્યું છે.

પુતિને કહ્યું કે રશિયન ડ્રોન ‘લાંસેટ’ અને ‘ક્યુબ’ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ખૂબ જ ઘાતક સાબિત થયા છે. આ બંને ડ્રોને માત્ર પશ્ચિમી ટેન્કો અને અન્ય ભારે હથિયારોને નિશાન બનાવ્યા જ નહીં પરંતુ તેનો નાશ પણ કર્યો.

સૈનિકોને ડ્રોન ચલાવવા માટે ખાસ ટ્રેનિંગ

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે મોટી સંખ્યામાં નવા ડ્રોન બનાવવામાં આવી રહ્યા છે અને તેને મોટા પાયે બનાવવાની જરૂર છે. રશિયા આ ડ્રોન સાથે નવી સેના ઊભી કરવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રન્ટલાઈન પર હજારો ડ્રોન તૈનાત કરવામાં આવશે. ડ્રોનથી જાસૂસી કરવાનું કામ હોય કે પછી તેને યુદ્ધમાં લઈ જવાનું કામ હોય, રશિયન સેના મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને ડ્રોન ચલાવવા માટે ખાસ ટ્રેનિંગ આપી રહી છે.

ડ્રોન રશિયાની તાકાતની સાથે નબળાઈ પણ છે

રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને પક્ષો ડ્રોનનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. રશિયાના હુમલાખોર ડ્રોન અગાઉ ઈરાનથી આયાત કરાયેલા ‘શાહિદ’ ડ્રોન હતા. આ સિવાય ચીનમાંથી હજારો વિવિધ પ્રકારના ડ્રોન આયાત કરવામાં આવ્યા હતા. રશિયાએ હવે પોતે ઘણા પ્રકારના ડ્રોન બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : પાર્ટીમાં વધારે નશો કર્યો છે, ડ્રાઈવ નહીં કરી શકો ? તો ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ફ્રીમાં ઘરે પહોંચાડશે

યુક્રેન સાથે પણ એવું જ છે. યુક્રેન પાસે પશ્ચિમી દેશોના અત્યાધુનિક ડ્રોન છે. ડ્રોનના કારણે યુક્રેને ક્રેમલિન સહિત મોસ્કોમાં ઘણી ઇમારતોને નિશાન બનાવી. ખાસ પ્રકારના ‘બોટ ડ્રોન’ દ્વારા યુક્રેનને રશિયન યુદ્ધ જહાજ મસ્કોવા અને એક રશિયન ટેન્કરને નુકસાન પહોંચાડવામાં સફળતા મળી છે.

વેગનર હેડક્વાર્ટરમાં પણ પશ્ચિમી ડ્રોન પર ચાલી રહ્યું હતું સંશોધન

વેગનર આર્મીનું મુખ્ય મથક રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં છે. જ્યારે TV9ના રિપોર્ટર મનીષ ઝાએ વેગનર આર્મી વિદ્રોહ પહેલા વેગનર હેડક્વાર્ટરની મુલાકાત લીધી ત્યારે તેમને યુક્રેનિયન સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા ડ્રોન બતાવવામાં આવ્યા હતા. વેગનરના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ દુશ્મનના ડ્રોન પર પણ સંશોધન કરી રહ્યા છે જેથી કરીને તેઓ તેમના ડ્રોનને વધુ સારા બનાવી શકે.

રશિયા-યુક્રેન સરહદ પર સ્વાતોવો-ખાર્કિવ ફ્રન્ટલાઈન નજીક રશિયન સેનાના કમાન્ડ સેન્ટરમાં, અમને નાના ડ્રોન બતાવવામાં આવ્યા હતા, જેમાં દુશ્મનની સ્થિતિ પર હુમલો કરવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">