AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાર્ટીમાં વધારે નશો કર્યો છે, ડ્રાઈવ નહીં કરી શકો ? તો ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ફ્રીમાં ઘરે પહોંચાડશે, જાણો ક્યાં છે આવી વ્યવસ્થા

પાયલોટ પ્રોજેક્ટ યોજના હેઠળ જે લોકો નશામાં હશે તેઓનું ક્લબમાંથી બહાર નીકળ્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. આ સમય દરમિયાન, જો તેણે મર્યાદા કરતા વધુ દારૂ પીધો છે, તો તેને ટેક્સી દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. તેના માટે જે પણ ખર્ચ થશે તે પરિવહન મંત્રાલય ઉઠાવશે.

પાર્ટીમાં વધારે નશો કર્યો છે, ડ્રાઈવ નહીં કરી શકો ? તો ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ફ્રીમાં ઘરે પહોંચાડશે, જાણો ક્યાં છે આવી વ્યવસ્થા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 2:13 PM
Share

ઈટાલીમાં (Italy) માર્ગ અકસ્માતોને (Road Accident) રોકવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે લોકો નાઈટક્લબમાં છે અને ત્યાં વધારે પ્રમાણમાં દારૂ પીધો છે તો ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડવાની જવાબદારી સરકારની છે. ઈટાલિયન સરકાર મફતમાં ટેક્સી દ્વારા લોકોને તેમના ઘરે લઈ જશે. આ વ્યવસ્થા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. 6 નાઈટક્લબમાં એક મહિના માટે તે ટ્રાયલ તરીકે શરૂ થશે.

પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે

ઈટાલીના પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે. પરિવહન મંત્રી સાલ્વિનીએ જણાવ્યું કે, આ યોજના માર્ગ અકસ્માતોને રોકવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રોડ અકસ્માતોને રોકવા માટે દંડ, કાયદા અને નિયમો પૂરતા નથી. આપણે અકસ્માતને રોકવા માટે દરેકને યોજનામાં સામેલ કરવાની જરૂર છે.

નશામાં ધૂત વ્યક્તિને સરકાર મફતમાં ઘરે લઈ જશે

પાયલોટ પ્રોજેક્ટ યોજના હેઠળ જે લોકો નશામાં હશે તેઓનું ક્લબમાંથી બહાર નીકળ્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. આ સમય દરમિયાન, જો તેણે મર્યાદા કરતા વધુ દારૂ પીધો છે, તો તેને ટેક્સી દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. તેના માટે જે પણ ખર્ચ થશે તે પરિવહન મંત્રાલય ઉઠાવશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે મેટિયો સાલ્વિનીએ આ જાણકારી આપી છે.

આ પણ વાંચો : US Iran Tension: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! ઈરાન પર ગુસ્સે થયું અમેરિકા, હજારો સૈનિકોની ઉતારી સેના

આ યોજનામાં 6 નાઇટક્લબોનો સમાવેશ કરવામાં આવ્યો

હાલમાં આ યોજના હેઠળ પુગલિયાથી તુસ્યાની અને વેનીતો વિસ્તારમાં 6 નાઈટક્લબને જોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ ઈટાલીમાં રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. ઈટાલીમાં નશામાં ડ્રાઇવિંગની ઘટનાઓ વધી છે, જેના કારણે માર્ગ અકસ્માતોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020ના આંકડા મુજબ યુરોપ અને ઈટાલીમાં દારૂ પીને ડ્રાઈવિંગને કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">