Russia-Ukraine War : રશિયા સામે UNSCનો નિંદાનો પ્રસ્તાવ, યુક્રેનમાંથી સૈનિકો પાછા ખેંચવાની માંગ
યુએનના ઠરાવમાં યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોના અમુક વિસ્તારોને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપવાના રશિયાના નિર્ણયની પણ નિંદા કરાઈ છે. તેને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં યુક્રેન વિરુદ્ધ રશિયન (Russia) આક્રમણની સખત શબ્દોમાં વખોડતો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. આમાં રશિયાને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સંપૂર્ણપણે અને બિનશરતી યુક્રેનમાંથી (Ukraine) સૈનિકો પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું છે. UNSCના આ પ્રસ્તાવ પર આજે ન્યૂયોર્કમાં મતદાન થશે. યુનાઈટેડ નેશન્સે (United Nations) યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેણે રશિયન આક્રમણને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમી ગણાવ્યું છે.
ડ્રાફ્ટ પર મતદાન પહેલા, UNSC સભ્યોએ યુક્રેન વિરુદ્ધ રશિયાની લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુતિને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં આવનારાઓને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.
ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે, “રશિયન ફેડરેશન તેની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર યુક્રેનના પ્રદેશમાંથી તેના લશ્કરી દળોને તાત્કાલિક અને સંપૂર્ણપણે બિનશરતી રીતે પાછી ખેંચી લે.”
મોસ્કોને યુક્રેન પર આક્રમણ કરતા અટકાવવા પશ્ચિમી દેશોએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ તેની બહુ અસર જોવા મળી નથી. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશ કર્યો છે. આ માહિતી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ આપી હતી.
યુએનના ઠરાવમાં યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોના અમુક વિસ્તારોને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપવાના રશિયાના નિર્ણયની પણ નિંદા કરાઈ છે. તેને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. દરખાસ્ત નવા બે દેશને માન્યતા આપવા પૂર્વેની જૂની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ઠરાવમાં મિન્સ્ક કરારોના પક્ષકારોને તેનું પાલન કરવા અને તેમના સંપૂર્ણ અમલીકરણ તરફ “સંબંધિત આંતરરાષ્ટ્રીય માળખા” માં રચનાત્મક રીતે કામ કરવા પણ કહેવામાં આવ્યું છે.
“યુક્રેનમાં જરૂરિયાતમંદોને માનવતાવાદી સહાયની ઝડપી, સલામત અને અવરોધ વિના પહોંચાડવા માટેની મંજૂરી આપવામાં આવે. બાળકો સહિત સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ફસાયેલા વ્યક્તિઓને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાની મંજૂરી આપવા માટે ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
પુતિનના વિરોધમાં વિશ્વ થઇ રહ્યુ છે એક, રશિયાના લોકોએ પણ વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર, જુઓ ‘આક્રોશ’થી ભરેલી તસવીરો
આ પણ વાંચોઃ