Russia-Ukraine war : યુક્રેનની સેનાએ કિવમાં રશિયન હેલિકોપ્ટર તોડી પાડી રશિયન સેનાને આપ્યો જડબાતોડ જવાબ

|

Mar 01, 2022 | 6:27 PM

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ખરાખરીના મુકામ સુધી પહોંચી ચૂકયું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે વિનાશક વળાંક લઈ ચૂક્યું છે.

Russia-Ukraine war : યુક્રેનની સેનાએ કિવમાં રશિયન હેલિકોપ્ટર તોડી પાડી રશિયન સેનાને આપ્યો જડબાતોડ જવાબ
Russia-Ukraine War : Ukrainian Army Slams Russian Army's Helicopter in Kiev

Follow us on

રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચે આજરોજ યુદ્ધ ખરાખરીના મુકામ સુધી પહોંચી ચૂકયું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે વિનાશક વણાંક લઈ ચૂક્યું છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ( war)આજે ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને આજે એરલિફ્ટ (Airlift) કરીને વતન પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને યુક્રેન 24 કલાક પહેલા છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે ગઇકાલે બંને દેશોના અધિકારીઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની બેઠક પણ યોજાઈ હતી. જે કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર અને રહેણાંક વિસ્તારોમાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. આજરોજ મંગળવારે યુક્રેનની સેનાએ કિવમાં વળતા જવાબમાં એક રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું તેવો દાવો કરાયો હતો.

યુક્રેનની સેનાએ હવે દાવો કર્યો છે કે, તેમણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5710 રશિયન સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે. જેમાં શહીદ થયેલા અને ઘાયલ થયેલા તમામ સૈનિકોનો સમાવેશ થાય છે. યુક્રેન સૈન્ય તરફથી કરવામાં આવેલા ફાયરિંગને કારણે 3 હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ બાદ, એક રશિયન હેલિકોપ્ટર કિવમાં ડિનીપર નદીમાં પડ્યું હતું. યુક્રેનની સેનાએ હવે દાવો કર્યો છે કે તેમણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5710 રશિયન સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અત્યારે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga)  હાથ ધરાયું છે; જે અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને, યુક્રેનની પાડોશી રાષ્ટ્રોની સરહદ ખાતેથી ભારતીય નાગરિકોને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 3000થી વધુ ભારતીય નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કેન્દ્ર સરકારના ચાર પ્રધાનોને વિવિધ દેશમાં મોકલવામાં આવ્યા છે. જેમની દેખરેખ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે સમગ્ર વિશ્વ દ્વારા રશિયા પર આ યુદ્ધ શરૂ કરવા બદલ અતિ આકરા પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો – Ukraine Russia War : ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી

 

આ પણ વાંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝ પર કર્યો મોટો હુમલો, ગોળીબારમાં 70થી વધુ સૈનિકો માર્યા ગયા

 

આ પણ વાંચો – Kutch : યુક્રેન રશિયા યુદ્ધમાં ફસાયેલા વિધાર્થીઓના પરિવારને તંત્રની હુંફ, સાંસદ-ધારાસભ્યોએ પણ આશ્વાસન આપ્યું

 

આ પણ વાંચોGurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Next Article