Russia-Ukraine War: સ્પાઈસ જેટ આજે સ્લોવાકિયાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ઉડાન ભરશે
ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંઘ અને કિરેન રિજિજુને- આ 4 કેન્દ્રીય મંત્રીઓને ભારતીયોને પરત લાવવાની આ વિશેષ જવાબદારી સોંપી છે.
રશિયા-યુક્રેન (Russia-Ukraine War) વચ્ચેનું યુદ્ધ આજે ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને આજે એરલિફ્ટ કરીને વતન પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને યુક્રેન 24 કલાક પહેલા છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે. રશિયા દ્વારા ગઈકાલે યુક્રેન પર કરાયેલા હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની કવાયત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે આજે નવી દિલ્હીથી સ્લોવાકિયાના કોસીસ માટે એક વિશેષ ફ્લાઈટ રવાના થશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ આ વિમાનમાં હશે અને તેઓ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે જશે. સ્પાઈસ જેટની ફ્લાઈટ નવી દિલ્હીથી આજે બપોરે 3.30 કલાકે ઉપડશે. ભારતીય સમય અનુસાર ફ્લાઈટ સાંજે 7.50 કલાકે કોસીસ પહોંચશે. સ્પાઈસજેટ એરલાઈન આ ખાસ ફ્લાઈટ માટે તેના બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. આ પ્લેન આજે નવી દિલ્હીથી સીધું કોસીસ જશે. આ ફ્લાઈટ આગામી 3 માર્ચ સવારે 7:40 કલાકે ભારત પરત ફરશે.
આ 4 કેન્દ્રીય મંત્રીઓને સોંપાઈ વિશેષ જવાબદારી
ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંઘ અને કિરેન રિજિજુને- આ 4 કેન્દ્રીય મંત્રીઓને ભારતીયોને પરત લાવવાની આ વિશેષ જવાબદારી સોંપી છે. જે મુજબ વીકે સિંહ પોલેન્ડ જશે, કિરેન રિજિજુ સ્લોવાકિયા જશે. તે જ સમયે હંગેરીમાં હરદીપ સિંહ પુરી, ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં તમામ ભારતીયોને વતન પરત લઈને ફરશે.
ભારતીયોને બહાર કાઢવામાં ઈન્ડિયન એરફોર્સ મદદ કરશે
યુક્રેનમાં સતત વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશનમાં ભારતીય વાયુસેનાને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વાયુસેના આજથી ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે અનેક C-17 એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે.
આ પણ વાંચો – બેંકિંગથી લઈને સ્પોર્ટ્સ ફેડરેશન સુધી દુનિયાથી અલગ પડ્યુ રશિયા, વોડકા’ પર પણ લાગ્યો પ્રતિબંધ