Russia Ukraine War: વિરુદ્ધ દેશો પર કાર્યવાહી કરવાના મૂડમાં પુતિન! યાદી બનાવવાનો આપ્યો આદેશ
રશિયાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 8 માર્ચથી સ્થગિત કરવામાં આવી છે. પેસેન્જર અને માલવાહક ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એરોફ્લોટ કંપનીએ આ નિર્ણય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે લીધો છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન દેશો વચ્ચેના યુદ્ધમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) વિરુદ્ધ દેશો પર કાર્યવાહી કરવાના મૂડમાં છે. તેમણે રશિયાનો વિરોધ કરતા દેશોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે. રશિયા આ દેશો સામે બદલો લેશે. આ માટે રાષ્ટ્રપતિ પુતિને વિશેષ આદેશ પર હસ્તાક્ષર કર્યા.
8 માર્ચથી રશિયાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. પેસેન્જર અને કાર્ગો ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એરોફ્લોટ કંપનીએ આ નિર્ણય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે લીધો છે. જણાવી દઈએ કે રશિયન નાગરિકો અઝરબૈજાન, આર્મેનિયા, કઝાકિસ્તાન, કતાર, યુએઈ અને તુર્કી થઈને પરત ફરી રહ્યા છે.
પુતિને આપી ચેતવણી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી છે કે, યુક્રેન દેશની સ્થિતિ જોખમમાં છે. પશ્ચિમી પ્રતિબંધોને રશિયા સામે “યુદ્ધની ઘોષણા” તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે, કબજે કરાયેલા બંદર શહેર મારિયુપોલમાં આતંકવાદી ઘટનાઓ દ્વારા યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. દરમિયાન યુક્રેનના અધિકારીઓએ શનિવારે દાવો કર્યો હતો કે, રશિયન દળોએ મારિયુપોલમાં બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યું છે અને કિવની ઉત્તરે ચેર્નિહિવના રહેણાંક વિસ્તારો પર શક્તિશાળી બોમ્બ ફેંકી રહ્યા છે.
“તેઓ (યુક્રેનિયનો) જે કરી રહ્યા છે અને જો તેઓ આ ચાલુ રાખે તો તેઓ યુક્રેનને તેના દેશની સ્થિતિ પર સવાલ ઉઠાવવા કહેશે.” પુતિને કહ્યું જો આવું થશે તો તેના માટે તેઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
પુતિને પશ્ચિમી દેશોની કરી ટીકા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા અને તેની ચલણને નબળી પાડવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે પશ્ચિમી દેશોની ટીકા કરી હતી. પુતિને રશિયન એરલાઈન એરોફ્લોટના ફ્લાઈટ એટેન્ડન્ટ સાથેની બેઠકમાં કહ્યું, “લાદવામાં આવેલા પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે.” જ્યારે પુતિને યુક્રેન પર પ્રક્રિયાને તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો.
રશિયા-યુક્રેન સોમવારે ત્રીજા રાઉન્ડની કરશે વાતચીત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા માટે અત્યાર સુધીમાં બે રાઉન્ડની વાતચીત થઈ છે. આવી સ્થિતિમાં ત્રીજા રાઉન્ડની વાતચીતની તારીખ પણ સામે આવી ગઈ છે. યુક્રેનના અધિકારી ડેવિડ અરખામિયાએ શનિવારે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે આગામી તબક્કાની વાતચીત સોમવારે યોજાશે. અરખામિયા યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટીના સંસદીય પક્ષના વડા અને રશિયા સાથે વાતચીત માટે દેશના પ્રતિનિધિ મંડળના સભ્ય છે. સોમવારે વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ થશે. કારણ કે બંને પક્ષો યુદ્ધવિરામ અને નાગરિકોના સલામતી માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુરોપમાં યુદ્ધ બન્યું ઉગ્ર, બાઈડન અને ઝેલેન્સકીએ ફોન પર કરી વાત