મુંબઈમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો શિવસેનાના સાંસદ સંજય રાઉતનો ગંભીર આરોપ
Maharashtra Politics: આ મુદ્દે જ્યારે કિરીટ સોમૈયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારે સંજય રાઉત પુરાવા રજૂ કરશે ત્યારે તેઓ તેનો જવાબ આપશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આજે (15 એપ્રિલ, શુક્રવાર) બીજેપી નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiy BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. સંજય રાઉતે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સોમૈયા પરિવારના 100 કરોડના ‘ટોઇલેટ કૌભાંડ’ને સામે લાવશે. સંજય રાઉત મુંબઈમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. સંજય રાઉતે એમ પણ કહ્યું કે આજે નહીં તો કાલે કિરીટ સોમૈયા INS વિક્રાંત કૌભાંડના કેસમાં જેલમાં જશે. તેમણે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવિસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેમણે અન્ય બાબતોની જેમ INS વિક્રાંત કૌભાંડ અંગે પણ ટ્વિટ કરવું જોઈએ. આ મુદ્દે મૌન કેમ બેઠા છો?
‘100 કરોડનું શૌચાલય કૌભાંડ, સોમૈયા અને તેમના પરિવારે કર્યું’
કિરીટ સોમૈયાએ આપ્યો જવાબ, રાઉત પુરાવા આપશે તો હિસાબ આપીશ
સંજય રાઉતે એમ પણ કહ્યું કે, ‘હવે તેઓ કહેશે કે પુરાવા ક્યાં છે. પુરાવા ક્યાં છે, તેઓ જ જાણે છે. રિપોર્ટ શું છે તે પણ તેઓ જાણે છે. પ્રતિષ્ઠાન દ્વારા શ્રીમતી સોમૈયા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ કૌભાંડ છે. હા, આ એક કૌભાંડ છે. હું આ માટે અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરીશ નહીં. આ મુદ્દે જ્યારે કિરીટ સોમૈયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારે સંજય રાઉત પુરાવા રજૂ કરશે ત્યારે તેઓ તેનો જવાબ આપશે.
આ પણ વાંચો : અજાન પર આપતિ : રાજ ઠાકરે આજથી પુણેની મુલાકાતે, સામૂહિક રીતે હનુમાન ચાલીસાના થશે પાઠ