Russia-Ukraine War: કીવ બાદ ખાર્કીવમાં પણ હાર્યું રશિયા ! પુતિને આપી ફિનલેન્ડને ચેતવણી, જાણો આ યુદ્ધ સાથે જોડાયેલા 5 મોટા અપડેટ

Russia-Ukraine Crisis યૂક્રેનના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે રશિયન સૈનિક ઉત્તર પૂર્વના શહેર ખાર્કીવમાંથી પાછા હટી રહ્યા છે અને હવે અમે અમારું સંપૂર્ણ ધ્યાન પુરવઠા અને માંગની સુરક્ષા પર કેન્દ્રિત કરી રહ્યા છીએ.

Russia-Ukraine War: કીવ બાદ ખાર્કીવમાં પણ હાર્યું રશિયા ! પુતિને આપી ફિનલેન્ડને ચેતવણી, જાણો આ યુદ્ધ સાથે જોડાયેલા 5 મોટા અપડેટ
Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 10:00 AM

Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે (War)યુદ્ધનો (Russia-Ukraine War) 80માં દિવસમાં પ્રવેશી ગયું છે. પરંતુ બંને દેશો કોઈ પણ તારણ પર પહોંચ્યા નથી. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે રશિયા યૂક્રેનના સૌથી મોટા શહેર ખાર્કીવ (Kharkiv)માંથી પોતાના સૈનિક હટાવી લીધા છે. યૂક્રેનની સેનાએ શનિવારે દાવો કર્યો હતો કે રશિયાએ તેના સૌથી મોટા શહેર ખાર્કીવમાંથી પોતાના સૈનિકો હટાવી લીધા છે. યૂક્રેન સૈન્યના જનરલ સ્ટાફે કહયું હતું કે રશિયન સૈનિકો ઉત્તર પૂર્વ શહેર ખાર્કીવમાંથી પાછા હટી રહ્યા છે અને હવે યૂક્રેનનું તંત્ર તેમનું સંપૂર્ણ ધ્યાન પુરવઠા અને માંગની સુરક્ષા પર કેન્દ્રિત કરી રહ્યું છે.

માહિતી મેળવીએ આ યુદ્ધ સાથે જોડાયેલા 5 મોટા અપડેટ ઉપર

  1. યૂક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેક્સી રેજનિકોવે શનિવારે કહ્યું કે દેશ યુદ્ધ માટે એક નવા દીર્ઘકાલિન ચરણમાં પ્રવેશ કરી રહ્યો છે. એક દિવસ અગાઉ દેશના રાષ્ટ્રપતિ બ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે કોઈ પણ યુદ્ધના સમય વિશે ભવિષ્યવાણી નથી કરી શકતું.
  2. યૂક્રેનના એક ક્ષેત્રીય ગર્વનરે શનિવારે કહ્યું કે યૂક્રેનની સેનાએ રશિયાના કબજાવાળા ઇઝિયમ શહેર પાસે વવળતી કામગીરી શરૂ કરી છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર વળતા હુમલામાં આખા ડોનબાસ ક્ષેત્ર પર કબજો કરવાની રશિયાની યોજના માટે યૂક્રેનનો હુમલો ગંબીર ઝાટકો સાબિત થઈ શકે છે
  3. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝલેંસ્કીએ શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતુ ંકે ડોનબાસમાં સ્થિતિ ઘણી કપરી છે તેમણે કહ્યું કે રશિયન સેના હજી પણ કોઈ પણ પ્રકારની જીતનું પ્રદર્શન કરવાની કોશિશ કરી રહી છે.
  4. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફિનલેન્ડના પોતાના સમકક્ષ સૌલી નિનિસ્ટોને ચેતવણી આપી છે કે જો ફિનલેન્ડ નાટો સંગઠનના સભ્યપદ માટે અરજી કરે છો તો તેના કારણે બંને દેશોના સંબંધો નકારાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે. કેરમલિનની પ્રેસ સેવાએ એક નિવેદનમાં કહ્યું કે દેશી વિદેશ નીતિમાં આ રીતનું પરિવર્ચતન રશિયા-ફિનલેન્ડના સંબંધોને નકારાત્મક રીતે અસર કરી શકે છે. જે ઘણા વર્ષોથી સારા પાડોશી અને સહભાગીતાની ભાવનાથી જોડાયેલા છે.
  5. Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
    કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
    આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
    Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
    લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
    ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
  6. મારિયુપોલમાંથી શરણાર્થીઓને લઇને મોટો કાફલો શનિવારે યૂક્રેનના નિયંત્રણવાળા શહેર જાપોરિજિયા પહોચ્યો હતો. તે પહેલા મારિુયુપોલમના મેયરના એક સહયોગીએ કહ્યું કે આ કાફલામાં 500-1000 કાર સામેલ હતી. અને 24 ફેરુબઆરીએ રશિયાએ કરેલા આક્રમણ બાદ આ શહેરમાંથી આ સૌથી મોટું પલાયન છે.

g clip-path="url(#clip0_868_265)">