Russia-Ukraine War: પુતિનનો બ્રિટનને કડક અને સ્પષ્ટ સંદેશ, ‘જો તમે યુક્રેનને હથિયાર આપ્યા તો તમે પણ તૈયાર રહો’

|

Feb 09, 2023 | 11:16 AM

Russia-Ukraine War: છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. હવે રશિયાએ બ્રિટનને ધમકી આપી છે કે જો તે યુક્રેનને શસ્ત્રો આપશે તો તે યોગ્ય નહીં હોય.

Russia-Ukraine War: પુતિનનો બ્રિટનને કડક અને સ્પષ્ટ સંદેશ, જો તમે યુક્રેનને હથિયાર આપ્યા તો તમે પણ તૈયાર રહો
વ્લાદિમીર પુતિન (ફાઇલ)

Follow us on

Russia-Ukraine War: રશિયાએ યુક્રેનને વધુ હથિયારો સપ્લાય કરવા બદલ બ્રિટનને ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે જો બ્રિટને રશિયાને વધુ હથિયાર અને ફાઈટર જેટ આપ્યા તો તે યોગ્ય નથી અને તેનો જવાબ સૈન્ય રાજકીય સ્તરે આપવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી બુધવારે બ્રિટન અને ફ્રાંસની મુલાકાતે હતા. જેમાં તેમણે યુક્રેનને વહેલામાં વહેલી તકે વધુ હથિયારો આપવા વિનંતી કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, રશિયાએ ચેતવણી આપી છે કે જો યુક્રેનને વધુ હથિયારો અને ફાઈટર જેટ આપવામાં આવશે તો તે નાટો સરકારો તરફથી સીધા સંઘર્ષને ઉશ્કેરવા જેવું હશે. લંડનમાં રશિયન એમ્બેસીએ યુક્રેનને હથિયારોની સપ્લાય અંગે કડક ચેતવણી આપતાં કહ્યું કે જો આવું થશે તો સમગ્ર વિશ્વમાં સૈન્ય-રાજકીય પરિણામો માટે બ્રિટન જવાબદાર રહેશે.

બ્રિટન પાસેથી શસ્ત્રો અને ફાઈટર એરક્રાફ્ટની માંગણી કરી હતી

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

જણાવી દઈએ કે બ્રિટન પહેલાથી જ 10000 યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવાની સાથે સૈન્ય સહાય પણ આપી ચૂક્યું છે. દરમિયાન, ઝેલેન્સકીએ ફરી એકવાર શસ્ત્રો અને ફાઇટર જેટ સપ્લાય કરવાની વિનંતી કરી છે. ઋષિ સુનક પહેલા બોરિસ જોન્સનની સરકારે યુક્રેનને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તમામ પ્રકારના ફાઈટર જેટ, ટેન્ક આપવાનું પણ કહેવામાં આવ્યું હતું.

ઝેલેન્સકી બીજી વખત દેશ છોડી ગયો છે

24 ફેબ્રુઆરી 2020 ના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી ઝેલેન્સકીએ બુધવારે બીજી વખત દેશ છોડ્યો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ પહેલીવાર અમેરિકા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે મુલાકાત ઉપરાંત તેમણે યુએસ કોંગ્રેસને સંબોધિત કરી હતી. ત્યારબાદ ઝેલેન્સકીએ અમેરિકા પાસેથી પણ મદદ માંગી.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 11:16 am, Thu, 9 February 23

Next Article