સોશિયલ મીડિયા પર ફેન વોર : રશ્મિ દેસાઈના એક ટ્વિટથી મામલો ગરમાયો, અભિનેત્રીના બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ ઉંમર રિયાઝ

રશ્મિ દેસાઈ (Rashmi Desai)અને ઉંમર રિયાઝ (Umar Riaz) ઘણા સારા મિત્રો છે, પરંતુ તેમના ચાહકોનો આ મિત્રતા વિશે ઘણો અલગ અભિપ્રાય છે. કેટલાક ચાહકોને તેમની મિત્રતા ગમે છે તો કેટલાક લોકોને આ બિલકુલ પસંદ આવી રહ્યુ નથી.

સોશિયલ મીડિયા પર ફેન વોર : રશ્મિ દેસાઈના એક ટ્વિટથી મામલો ગરમાયો, અભિનેત્રીના બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ ઉંમર રિયાઝ
Rashmi Desai and umar riyaz (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:05 AM

બિગ બોસ 15ના (Bigg Boss 15) સ્પર્ધક ઉંમર રિયાઝ  (Umar Riaz) હવે તેની “ફ્રેન્ડ” રશ્મિ દેસાઈના (Rashmi Desai) બચાવમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, રશ્મિને ઉંમર રિયાઝના ફેન ક્લબ દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી. આ હેરાનગતિને કારણે રશ્મિએ મુંબઈ પોલીસ (Mumbai Police) અને સાયબર ક્રાઈમ પાસે મદદ માંગી હતી. પોલીસની મદદ માગતા બિગ બોસ અભિનેત્રીએ એક વાંધાજનક ટ્વીટમાં લખ્યું, “હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો કારણ કે તેઓ મારી અને મારા પરિવારની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. મને ખબર નથી કે આ ફેન ક્લબ છે કે તેમનો હેતુ માત્ર મને હેરાન કરવાનો છે .” @mumbaipolice @cybercrimecid

જો કે, રશ્મીએ પોલીસને ટેગ કર્યા બાદ આ વાંધાજનક ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી. હવે રશ્મિનો મિત્ર ઉંમર રિયાઝ પણ તેના સમર્થનમાં આવ્યો છે. ઉંમર રિયાઝે રશ્મિના સમર્થનમાં કહ્યું કે, “મિત્રો, હું અને રશ્મિ બંને ખૂબ સારા મિત્રો છીએ અને હું ઈચ્છું છું કે તમે બધા અમારી અને રશ્મિની આ મિત્રતાને રિસ્પેક્ટ આપો. તમે લોકો અમને ખૂબ પ્રેમ કરો છો, તેથી અહીં આ નેગેટિવીટિની જરૂર નથી. કૃપા કરીને પ્રેમ કરો અને નફરત નહીં.”

ઉંમરના ચાહકોને રશ્મિની વાત પસંદ ન આવી

તાજેતરમાં જ રશ્મિ દેસાઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ઉંમરના જીવનમાં કોઈ બીજી છોકરી પણ હોઈ શકે છે કારણ કે તે પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખે છે.” રશ્મિએ એમ પણ કહ્યું હતું કે અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. હું સમજું છું કે લોકો મને ઉંમર સાથે જોવાનું પસંદ કરે છે અને હું તેનું સન્માન કરું છું. પરંતુ અમે ફક્ત સારા મિત્રો છીએ અને અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે .ઘણી વાર અમે એકબીજા સાથે ખૂબ લડતા રહીએ છીએ અને ઘણી વખત અમારા વિચારો પણ એકબીજાથી અલગ હોય છે પરંતુ તે અમારી મિત્રતાને અસર કરતું નથી.

સોશિયલ મીડિયા પર ફેન વોર શરૂ થઈ

રશ્મિની આ વાતો અને ઉંમર વિશેનું તેનું નિવેદન ઉંમરના ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યું અને તેથી તેઓએ સોશિયલ મીડિયા પર રશ્મિને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ઉંમરની જેમ રશ્મિની પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે. તેથી તેના ચાહકોએ અભિનેત્રીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો.તેથી હાલ સોશિયલ મીડિયા પર ફેન વોર શરૂ થઈ ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : હૃતિક રોશન અને સબા આઝાદે કરી તેમની રિલેશનશિપ ઓફિશિયલ, એકસ વાઈફ સુઝેને પણ…

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">