Russia-Ukraine : રશિયા-યુક્રેનના એકબીજા પર હુમલાના આરોપથી લઈને અમેરિકાની ચેતવણી, વાંચો અત્યાર સુધીની 10 મહત્વની બાબતો
Russia-Ukraine Tension: અમેરિકાએ ચેતવણી આપી છે કે, રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. જો કે રશિયાએ આ હુમલાનો ઈન્કાર કર્યો છે.
Russia-Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ (Russia-Ukraine Tensions) ચરમસીમાએ પહોંચી રહ્યો છે. યુક્રેન(Ukraine)ના ડોનબાસ વિસ્તારમાં રશિયાના હુમલાના સમાચાર પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં યુરોપમાં યુદ્ધનો અવાજ વધુ તીવ્ર બન્યો છે. હાલમાં બંને પક્ષોએ પોતપોતાના સૈનિકોને સક્રિય કરી દીધા છે. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) યુક્રેન પર રશિયન હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, યુક્રેન સંકટને લઈને રાતથી અત્યાર સુધીની ટોચની 10 ઘટનાઓ જાણી લેવી જોઈએ.
- યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયા સમર્થિત અલગતાવાદીઓએ પૂર્વી યુક્રેન પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યા સુધી આ વિસ્તારમાં ગોળીબારની 42 ઘટનાઓ નોંધી હતી.
- રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનની સેના(Ukraine Army) એ અલગતાવાદીઓના કબજા હેઠળના ડોનબાસ પર હુમલો કર્યો છે. આ પછી એવું લાગી રહ્યું હતું કે, હવે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. અલગાવવાદીઓએ કહ્યું છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.
- લાતવિયાના સંરક્ષણ પ્રધાન અને ડેપ્યુટી પીએમ આર્ટિજ પેબ્રિક્સે એક નકશો ટ્વિટ કર્યો છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.એક શાળા પર હુમલો થયો છે. આ વિસ્તાર યુક્રેનની સરકાર દ્વારા નિયંત્રિત છે.
- જો બાઈડને ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનને રશિયન દળોના પાછા ખેંચવાના કોઈ સંકેત દેખાતા નથી અને ઉમેર્યું હતું કે, હુમલાનો ખતરો હજુ પણ વધારે છે કારણ કે રશિયાએ સૈનિકોને પાછા ખેંચવાને બદલે યુક્રેનિયન સરહદ પર મોકલ્યા હતા. બાઈડને કહ્યું, અમારી પાસે જે માહિતી છે તે દર્શાવે છે કે તેઓ યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર છે.
- બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયા કોઈપણ ચેતવણી વિના યુક્રેન પર હુમલો કરી શકે છે. એક ટ્વિટમાં મંત્રાલયે કહ્યું કે, ‘રશિયામાં નોંધપાત્ર સૈન્ય હાજરી છે જે ચેતવણી વિના હુમલો કરી શકે છે. આ સાથે, એક નકશો પણ ટ્વિટ કરવામાં આવ્યો છે, જે જણાવે છે કે રશિયા ક્યાંથી હુમલો કરી શકે છે.
- સૈન્ય અભ્યાસ અંગે રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકો રશિયન ધરતી પર અભ્યાસ કરી રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયના નાયબ મંત્રી સર્ગેઈ વર્શિનિને સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે, હકીકત એ છે કે રશિયન સેના રશિયન ક્ષેત્રમાં હતી અને રશિયન ક્ષેત્રમાં જ છે.
- અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું કે યુક્રેનની સરહદો પાસે 1.5 લાખ સૈનિકો જમા છે. આ સૈનિકો આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે રશિયા હુમલા માટે બહાનું બનાવવાની યોજના ધરાવે છે.
- યુએન સુરક્ષા પરિષદના સભ્યોએ યુક્રેનમાં ચાલી રહેલા સંકટના રાજદ્વારી ઉકેલ માટે હાકલ કરી છે. સુરક્ષા પરિષદની વાર્ષિક બેઠક રશિયા દ્વારા બોલાવવામાં આવી હતી અને આ બેઠકનો હેતુ મિન્સ્ક કરારનો અમલ અને પૂર્વી યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.
- નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, રશિયા પાસે પૂરતી સૈનિકો છે, યુક્રેન પર ઓછી કે કોઈ ચેતવણી વિના હુમલો કરવા માટે પૂરતી ક્ષમતાઓ છે અને તે જ પરિસ્થિતિને આટલી ખતરનાક બનાવે છે.
- કોમર્શિયલ સેટેલાઇટ ઇમેજરી કંપની MAXAR ટેક્નોલોજી રશિયન સૈન્ય પર નજર રાખી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેન પાસે નવો પોન્ટૂન બ્રિજ અને બેલારુસમાં નવી ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. આ દર્શાવે છે કે રશિયન સેનાની લશ્કરી ગતિવિધિઓ વધી રહી છે.