Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Conflict : અમેરિકાનો દાવો, રશિયાએ યુક્રેન સરહદ પર વધુ 7 હજાર સૈનિકો ખડક્યા

યુરોપિયન યુનિયનના એક અધિકારીએ બુધવારે કહ્યું કે ભારત "મિત્ર અને ભાગીદાર" છે. યુક્રેન ઉપર રશિયા હુમલો કરે તો યુરોપિયન યુનિયન દ્વારા રશિયા સામે જે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમાં ભારત પણ જોડાય તેવા પ્રયાસો યુરોપિયન યુનિયન કરી રહ્યું છે.

Russia Ukraine Conflict : અમેરિકાનો દાવો, રશિયાએ યુક્રેન સરહદ પર વધુ 7 હજાર સૈનિકો ખડક્યા
Russia has deployed more than 7 thousand soldiers on Ukraine border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:49 AM

રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ (Russia Ukraine Tension) વાતાવરણ છે. રશિયાના આક્રમણની આશંકા વચ્ચે, યુક્રેનમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ બુધવારે દેશની એકતાના પ્રદર્શનમાં પોતાનો ધ્વજ લહેરાવીને મોસ્કોમાંથી (Mosow) દબાણ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયા હુમલો કરશે તો પરિણામ સારા નહી આવે. દરમિયાન અમેરિકાએ દાવો કર્યો છે કે, એક તરફ રશિયા પોતાના સૈનિકોને પાછા ખેંચવાની વાત કરી રહ્યુ છે, પરંતુ મોસ્કોએ યુક્રેનની સરહદોની (Ukraine Borders) નજીક વધુ 7,000 વધારાના સૈનિકોનો (Forces) ખડક્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીની સ્થિતિના આધારે એવું કહી શકાય કે રશિયા દ્વારા યુક્રેન પર કોઈ હુમલો કરવામાં આવ્યો નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો માને છે કે આર્થિક સ્થિરતા સાથે યુરોપની સુરક્ષા અને સંતુલન હજુ પણ ખતરો છે.

પશ્ચિમી અંદાજ મુજબ, રશિયાના 1,50,000 થી વધુ સૈનિકો યુક્રેનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં તૈનાત છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સંકેત આપ્યો છે કે તેઓ કટોકટીમાંથી શાંતિપૂર્ણ માર્ગ ઇચ્છે છે, અને યુએસ પ્રમુખ જો બાઈડને પણ વચન આપ્યું હતું કે યુએસ મુત્સદ્દીગીરીની “દરેક તક” આપવાનું ચાલુ રાખશે, પરંતુ તેણે મોસ્કોના ઇરાદાઓ વિશે પણ શંકા વ્યક્ત કરી હતી. બાઈડને એ પણ ભાર મૂક્યો હતો કે વોશિંગ્ટન અને તેના સાથીદારો યુક્રેનની સાર્વભૌમત્વનો આદર કરતી વખતે “મૂળભૂત સિદ્ધાંતોનું બલિદાન” નહીં આપે.

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ

રશિયન સંરક્ષણ મંત્રાલયના વીડિયોમાં સશસ્ત્ર વાહનોથી ભરેલી એક ટ્રેન ક્રિમીઆ, બ્લેક સી પેનિનસુલા કે જે રશિયાએ 2014 માં યુક્રેન સાથે જોડ્યું હતું તેના પુલ પરથી પાછા ફરતી બતાવે છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ટ્રેનોમાં વધુ ટાંકી એકમો લોડ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પ્રેક્ટિસ તાલીમ પછી તેમના કાયમી મુકામ પર પાછા આવી શકે.

સૈનિકોની તૈનાતીના કોઈ સત્તાવાર પુરાવા નથી રશિયાએ યુક્રેનની સરહદો પાસે ભારે સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકી વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેન નજીક તૈનાત તેના સૈનિકોની સંખ્યામાં વધુ 7,000 સૈન્યનો ઉમેરો કર્યો છે. જેમાં કેટલાક એવા સૈનિકોનો પણ સમાવેશ થાય છે જેઓ તાજેતરમાં બુધવારના રોજ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ

IND vs WI: કિરોન પોલાર્ડના પાવરફુલ શોટે બે ભારતીય ખેલાડીઓને ઘાયલ કર્યા, ટીમ ઇન્ડિયાનુ વધ્યુ ટેન્શન

આ પણ વાંચોઃ

Gangubai Kathiawadi : સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, ગંગુબાઈના દીકરાએ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો

g clip-path="url(#clip0_868_265)">