રશિયાએ પરમાણુ સબમરીનથી હાયપરસોનિક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી, અવાજની ઝડપ કરતા નવ ગણી છે ઝડપ, જુઓ વીડિયો

રશિયાએ પ્રથમ વખત પરમાણુ સબમરીનમાંથી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

રશિયાએ પરમાણુ સબમરીનથી હાયપરસોનિક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી, અવાજની ઝડપ કરતા નવ ગણી છે ઝડપ, જુઓ વીડિયો
Russia launches hypersonic cruise missile
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 7:09 PM

રશિયાએ (Russia) પ્રથમ વખત પરમાણુ સબમરીનમાંથી (Nuclear submarine) હાઇપરસોનિક મિસાઇલનું (Hypersonic missile) સફળ પરીક્ષણ કર્યું. સેનાએ સોમવારે આ માહિતી આપી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે (Russian Defence Ministry) જણાવ્યું હતું કે, ઝિર્કોન મિસાઇલને (Zircon missile) સેવરોડવિન્સ્ક સબમરીનથી (Severodvinsk submarine) લોન્ચ કરવામાં આવી હતી અને બેરેન્ટ્સ સમુદ્ર કિનારે સ્થિત મોક ટાર્ગેટને ચોક્કસપણે હિટ કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે ઝીરકોન મિસાઇલ સબમરીનથી લોન્ચ કરવામાં આવી હતી.

અગાઉ, જુલાઈમાં નૌકાદળના ફ્રિગેટથી (Navy frigate) તેનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કહ્યું છે કે, ઝિર્કોન ધ્વનિની ઝડપ કરતા નવ ગણી ઉડાન ભરવામાં સક્ષમ હશે અને 1,000 કિલોમીટર (620 માઇલ) સરહદી વિસ્તારમાં લક્ષ્યોને ઉડાવી શકે છે. પુતિને કહ્યું કે, તેની તૈનાતી દ્વારા રશિયન સૈન્ય ક્ષમતામાં ઘણો વધારો થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝિર્કોનનું ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાનું છે અને તેને 2022માં રશિયન નેવીમાં સામેલ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રશિયા 2014થી સેનાને આધુનિક બનાવી રહ્યું છે

ઝિર્કોન મિસાઇલનો હેતુ રશિયન ક્રુઝર (Russian cruisers), યુદ્ધ જહાજો અને સબમરીનને શક્તિ આપવાનો છે. તે રશિયામાં વિકસિત અનેક હાઇપરસોનિક મિસાઇલોમાંની એક છે. યુક્રેનના ક્રિમીયન દ્વીપકલ્પ પર રશિયાના 2014 ના જોડાણ બાદ ક્રેમલિનએ દેશના શસ્ત્રાગારને આધુનિક બનાવવાની સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવી છે. ખરેખર આ પછી પશ્ચિમના દેશો સાથે તણાવ વધ્યો છે. આ સિવાય યુક્રેન સાથે પણ લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ કારણે રશિયાએ તેની પશ્ચિમ સરહદ પર સૈનિકોની હાજરી જાળવી રાખી છે.

મિસાઇલોને ટ્રેક અને રોકવામાં થશે મુશ્કેલી

તે જ સમયે કેટલાક પશ્ચિમી નિષ્ણાતોએ રશિયાની નવી પેઢીના હથિયારોની પ્રગતિ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે, તેમણે સ્વીકાર્યું છે કે, હાઇપરસોનિક મિસાઇલોની ઝડપ દાવપેચ અને ઉંચાઇનું સંયોજન તેમને ટ્રેક કરવા અને અટકાવવા મુશ્કેલ બનાવી શકે છે. હકીકતમાં, જુલાઈમાં, રશિયાએ એડવાન્સ્ડ એન-500 સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમના ફૂટેજ બહાર પાડ્યા હતા. પરંતુ તેને ઇરાદાપૂર્વક અસ્પષ્ટ કરવામાં આવ્યું હતું, જેથી તેની વિગતવાર તપાસ કરવી મુશ્કેલ બને.

આ પણ વાંચો: Railway Jobs: રેલવેમાં 10 પાસ માટે એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, આ રીતે કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">