રશિયા આવતા મહિને 1,75,000 સૈનિકો સાથે યુક્રેન પર કરી શકે છે કબ્જો! યુદ્ધની આશંકા વધી

રશિયા અને યુક્રેન વચ્ચે આ સમયે તણાવ ચરમસીમા પર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા મહિને આ દેશ પર કબજો થઈ શકે છે. રશિયા આ માટે તૈયારી કરી રહ્યું છે.

રશિયા આવતા મહિને 1,75,000 સૈનિકો સાથે યુક્રેન પર કરી શકે છે કબ્જો! યુદ્ધની આશંકા વધી
Russia Ukraine Conflict

એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા (Russia) આવતા વર્ષે 1,75,000 સૈનિકો સાથે યુક્રેન (Ukraine) પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન વેબસાઈટ વોશિંગ્ટન પોસ્ટે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. યુક્રેને (Ukraine) ચેતવણી આપી છે કે આવતા મહિને મોટાપાયે હુમલા (Attacks)ની યોજના બની શકે છે.

યુક્રેન પર રશિયાના કબજાની વધતી જતી આશંકાઓ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડન અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વીડિયો કૉલ પર મળવાના છે. બંને વચ્ચેની વાતચીતના કેન્દ્રમાં યુક્રેન હશે.

1,75,000 સૈનિકો તૈનાત

યુએસ વહીવટીતંત્રના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે મોસ્કોની યોજનામાં 100 બટાલિયન જૂથોની વિશાળ હિલચાલનો સમાવેશ થાય છે, જેમાં અંદાજિત 1,75,000 સૈનિકો બખ્તર, આર્ટિલરી અને અન્ય સાધનો સાથે તૈનાત છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને એએફપીને જણાવ્યું હતું કે તે ગુપ્તચર બાબતો પર ટિપ્પણી કરશે નહીં. યુએસ સંરક્ષણ મંત્રાલય કહે છે કે તે પુરાવાથી ચિંતિત છે જે સૂચવે છે કે “રશિયા યુક્રેન સામે આક્રમક પગલાં લેવાની યોજના ધરાવે છે”.

અમેરિકા રાજદ્વારી ઉકેલ માંગે છે

પેન્ટાગોનના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ટોની સેમેલરોથે યુએસના ગુપ્તચર દસ્તાવેજને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે “અમે પૂર્વીય યુક્રેનમાં સંઘર્ષના રાજદ્વારી ઉકેલને ટેકો આપી રહ્યા છીએ, જેથી પ્રદેશમાં તણાવ ઓછો થાય.” રશિયન સેના હાલમાં ચાર મોરચે વ્યાપક રીતે કામ કરી રહી છે. નવી ટેન્ક અને આર્ટિલરી ઉપરાંત, 50 જૂથોને યુદ્ધના મેદાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરહદ પર સેનાનું આગમન કેટલાક વ્યૂહાત્મક પગલાં લેવા અને અનિશ્ચિતતા પેદા કરવા માટે છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે તેઓ યુક્રેન પર હુમલો કરવાની રશિયાની કોઈપણ યોજનાને રોકવા માટે નવી નીતિઓ બનાવી રહ્યા છે. વોશિંગ્ટન અને કિવ બંનેએ કહ્યું છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર સૈનિકો તૈનાત કર્યા છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે અનુમાન લગાવ્યું હતું કે સરહદની નજીક લગભગ 1,00,000 રશિયન સૈનિકો છે. બીજી તરફ રશિયા કોઈપણ સૈન્ય તૈનાતીનો ઈન્કાર કરી રહ્યું છે. રેઝનિકોવનું કહેવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં સૈનિકો અને સાધનોની સંખ્યા વધારી શકાય છે.

આ પણ વાંચોઃ THSTI Recruitment 2021: THSTIમાં ઘણી બધી પોસ્ટ્સ માટે ભરતી, અહીં જુઓ વિગતો

આ પણ વાંચોઃ Tadap BO Collection: દર્શકોનું દિલ જીતવામાં સફળ થયા અહાન-તારા સુતરિયા, બીજા દિવસે ‘તડપે’ કરી આટલા કરોડની કમાણી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati