AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે આપ્યો આદેશ

વર્ષ 2022 માં શરૂ થયેલા યુદ્ધને કારણે ઘણા રશિયન અને યુક્રેનિયન લોકોએ પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં શરણ લેવી પડી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો વિવિધ દેશ તરફ પણ વળ્યા છે. પરંતુ હવે વિવિદ દેશોમાં રહેતા આ શરણાર્થીઓ માટે અલગ આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે તેઓએ આગામી બે અઠવાડિયામાં દેશ છોડીને બીજે ક્યાંક જવું પડશે. જો કે હવે રાષ્ટ્રપતિએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે આપ્યો આદેશ
| Updated on: Mar 08, 2024 | 3:30 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આટલો લાંબો સમય થઈ ગયો છે કે બંને દેશો યુદ્ધ લડી રહ્યા છે, તેથી સ્વાભાવિક છે કે ત્યાંની સ્થિતિ પણ ભયંકર છે. જ્યાં એક સમયે માનવ વસાહત હતી, આજે ત્યાં માત્ર લાશો પડી છે. તે જગ્યા હવે રહેવા યોગ્ય નથી. આ યુદ્ધને કારણે ઘણા લોકો ત્યાંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા. પરંતુ હવે શ્રીલંકામાં રહેતા આ શરણાર્થીઓ માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે.

યુદ્ધના કારણે વિસ્તારિત વિઝા પર શ્રીલંકામાં રહેતા હજારો રશિયનો અને યુક્રેનિયનોને બે અઠવાડિયામાં શ્રીલંકા છોડવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે ઇમિગ્રેશન કંટ્રોલરે પર્યટન મંત્રાલયને નોટિસ જાહેર કરી છે કે રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓએ બે સપ્તાહની અંદર દેશ છોડવો પડશે કારણ કે તેમના વિઝા સમાપ્ત થઈ ગયા છે.

રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ તપાસના આદેશ આપ્યા

આ સમાચાર પછી ત્યાં રહેતા શરણાર્થીઓમાં ભયનું વાતાવરણ છે, હવે તેઓ ક્યાં જશે તેની ચિંતા છે. જો કે, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયે એક નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે તેમણે લોકોને તેમના વિઝા લંબાવવાના નિર્ણય અંગે પરામર્શ કર્યા વિના નોટિસ કેવી રીતે જાહેર કરવામાં આવી તેની તપાસનો આદેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે કહ્યું કે શ્રીલંકાની સરકારે આ પ્રવાસીઓને અગાઉ આપવામાં આવેલા વિઝા એક્સટેન્શનને રદ કરવાનો સત્તાવાર નિર્ણય લીધો નથી. હાલમાં, વિસ્તૃત વિઝા પર કેટલા લોકો શ્રીલંકામાં રહે છે તે અંગે કોઈ સત્તાવાર ડેટા નથી, પરંતુ તે ચોક્કસ છે કે આના કારણે લોકોમાં ગભરાટ પેદા થયો હશે.

ઈમિગ્રેશન અધિકારીઓને ફરિયાદ મળી

બે યુરોપિયન દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ રશિયન અને યુક્રેનિયન શરણાર્થીઓને દેશમાં વિસ્તૃત વિઝા આપવામાં આવ્યા હતા. 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 300,000 રશિયનો અને 20,000 યુક્રેનિયનો શ્રીલંકામાં આવ્યા છે. જોકે આ કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે ફ્લાઈટ્સના અભાવે તેમને લાંબા સમય સુધી રોકાવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઇમિગ્રેશન અધિકારીઓ કહે છે કે રશિયન અને યુક્રેનિયન નાગરિકો ગેરકાયદેસર વ્યવસાય ચલાવતા, વિદેશીઓને રોજગારી આપતા અને સ્થાનિક સિસ્ટમોને બાયપાસ કરીને સેવાઓ માટે ચૂકવણીની પદ્ધતિઓનો ઉપયોગ કરવાના કિસ્સાઓ હતા. વિઝાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો મળી હતી.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધના બે વર્ષ પૂરા, અમેરિકાએ મોસ્કો પર લગાવ્યા 500થી વધારે નવા પ્રતિબંધ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">