‘ઝેલેન્સકી’ને ડેટ કરે છે પુતિનની પુત્રી, 5 વર્ષથી રશિયન રાષ્ટ્રપતિની જાણકારીમા છે સંબંધ

'ઝેલેન્સકી'ને ડેટ કરે છે પુતિનની પુત્રી, 5 વર્ષથી રશિયન રાષ્ટ્રપતિની જાણકારીમા છે સંબંધ
Putin and putins daughter katerina
Image Credit source: Twitter

Putin's Daughter Relationship : પશ્ચિમી દેશોમાં રહેતા રશિયનો પ્રત્યે વ્લાદિમીર પુતિન પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે તેની પુત્રી અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરવા સરકારી સુરક્ષા હેઠળ મ્યુનિક જતી હતી.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 20, 2022 | 8:29 AM

Putin’s Daughter And Zelensky Relationship : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) પુત્રી કેટેરીના (Katrina) ટીખોનોવાના બોયફ્રેન્ડનું નામ ઝેલેન્સકી છે, જે પુતિનના “સૌથી મોટા દુશ્મન” યુક્રેનિયન રાષ્ટ્રપતિનું પણ નામ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. યુક્રેન પર હુમલો કરવાના પુતિનના નિર્ણયથી તેની આસપાસના લોકોને પણ અસર થઈ છે. યુક્રેન પર હુમલાની અસર પુતિનની (Putin) પુત્રી પર પણ પડી છે, જેના કારણે કેટરીના તેના બોયફ્રેન્ડને મળવા મોસ્કોથી મ્યુનિક નથી જઈ શકતી. યુદ્ધના કારણે કેટરીનાની સાથે રશિયન ઈન્ટેલિજન્સ સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે. તેથી તે તેના બોયફ્રેન્ડને મળવા જઈ શકતી નથી.

ડેઈલીમેલના સમાચાર મુજબ, કેટરિનાના પાર્ટનર, કે જેને એક પુત્રી પણ છે, તેનું નામ ઈગોર ઝેલેન્સકી છે. ઝેલેન્સકી એક વ્યાવસાયિક બેલે ડાન્સર અને દિગ્દર્શક છે. રશિયાના iStories અને જર્મનીના Der Spiegelની તપાસની આ વાત સામે આવી છે. કેટેરીના પુતિનની નાની પુત્રી છે જેની માતા લ્યુડમિલા એલેક્ઝાન્ડ્રોવના ઓચેરેટનાયા છે, જે ક્રેમલિનની ભૂતપૂર્વ પ્રથમ મહિલા છે. પુતિન અને લ્યુડમિલાએ 1983માં લગ્ન કર્યા હતા અને 2013માં છૂટાછેડા લીધા હતા.

કેટરિના સરકારી સુરક્ષા વચ્ચે મ્યુનિક જતી હતી

અગાઉ, કેટેરીનાએ રશિયાના સૌથી યુવા અબજોપતિ કિરીલ શામાલોવ સાથે લગ્ન કર્યા હતા. 2017માં કેટરીના એક બેલે ડાન્સર સાથે રિલેશનશિપમાં આવી ત્યારે બંને અલગ થઈ ગયા. બેલે ડાન્સર ઝેલેન્સકીની ભૂતપૂર્વ પત્ની કોરિયોગ્રાફર યાના સેરેબ્રાયકોવા હતી. જેની સાથે તેને બે પુત્રીઓ અને એક પુત્ર છે. પુતિનની પુત્રી અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરવા માટે સરકારી સુરક્ષા હેઠળ મ્યુનિક જતી હતી. જેને લઈને પુતિન પશ્ચિમમાં રહેતા રશિયનો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે.

બે વર્ષમાં 50 વખત મોસ્કોથી મ્યુનિકની મુસાફરી કરી

આ વર્ષની શરૂઆતમાં અને યુક્રેન યુદ્ધ સુધી, એવું લાગતું હતું કે તેઓ સાથે રહેતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે વર્ષ સુધી, 2017 થી 2019, મોસ્કો અને મ્યુનિક વચ્ચે ડઝનેક વખત મુસાફરી કરી. તે રશિયામાં રહે છે અને બોયફ્રેન્ડ જર્મનીમાં રહે છે, જ્યાં તે બાવેરિયન સ્ટેટ બેલેનું નિર્દેશન કરે છે. તેનું નામ ઇગોર ઝેલેન્સકી છે. અહેવાલો દર્શાવે છે કે બે વર્ષમાં, કેટેરીના ઝેલેન્સકીને મળવા માટે 50 થી વધુ વખત મ્યુનિક ગઈ હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati