કોરોના, આતંકવાદના કારણે જેટલા મૃત્યુ નથી પામતા એટલા લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં પ્રદુષણના કારણે મૃત્યુ પામે છે: રિપોર્ટ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખી દુનિયામાં 10.2 મિલિયન લોકો પાર્ટિક્યુલેટ મેટરને કારણે મૃત્યુ પામે છે. આ આંકડો એટલો મોટો છે કે આટલા લોકો દર વર્ષે રોગોને કારણે મૃત્યુ પામતા નથી. તેમજ સિગારેટ અને આલ્કોહોલ તથા આતંકવાદથી દર વર્ષે એટલા લોકો મૃત્યુ પામતા નથી.

કોરોના, આતંકવાદના કારણે જેટલા મૃત્યુ નથી પામતા એટલા લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં પ્રદુષણના કારણે મૃત્યુ પામે છે: રિપોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:14 PM

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 10 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે કારણ કે તેઓ જે હવા શ્વાસમાં લે છે તે ઝેરી છે. વિકાસના નામે માણસો ઘણા બધા ઝેરી રસાયણો બનાવી રહ્યા છે, જે પર્યાવરણને નષ્ટ કરી રહ્યા છે. કારણ કે વિકાસનો ખોટો ભ્રમ ધરાવનાર વ્યક્તિએ એટલી ઊંચી ચળકતી ઈમારતો ઊભી કરવી છે કે હજારો-હજારો વૃક્ષો અને જંગલોનો નાશ કરવો પડે તો માણસને કોઈ શરમ કે સંકોચ નથી લાગતો. 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોઈ પણ વ્યક્તિ પોતાના માટે હવા અને ઓક્સિજન (Oxygen)ને અલગથી બનાવી નથી શકતું, પછી ભલે તે ગમે તેટલા કરોડપતિ હોય. હા, વ્યક્તિ શહેર છોડીને ચોક્કસપણે સ્વચ્છ હવા માટે એવા સ્થળે જઈ શકે છે, જ્યાં વધુ સારો ઓક્સિજન હોય છે, જ્યાં હવામાં ઝેર ભળતું નથી પણ બાકીના લોકોએ એ જ ઝેરમાં શ્વાસ લેવો પડે છે.

એક અહેવાલમાં પ્રદૂષણ (Pollution)ને કારણે સમગ્ર વિશ્વમાં દર વર્ષે થતાં રોગો અને મૃત્યુની માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખી દુનિયામાં 10.2 મિલિયન લોકો પાર્ટિક્યુલેટ મેટર (Particulate matter)ને કારણે મૃત્યુ પામે છે. આ આંકડો એટલો મોટો છે કે આટલા લોકો દર વર્ષે રોગોને કારણે મૃત્યુ પામતા નથી. તેમજ સિગારેટ અને આલ્કોહોલ તથા આતંકવાદથી દર વર્ષે એટલા લોકો મૃત્યુ પામતા નથી.

એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ 9/11ના હુમલા બાદ તેના કુલ સંસાધનોમાં 43 ટકા પૈસા સેના, બોમ્બ, બંદૂકો, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પર આતંકવાદને નાથવાના નામે ખર્ચ્યા છે, જેમાંથી 10 હજારમો ભાગ પણ હવાને શુદ્ધ કરવા પાછળ ખર્ચવામાં આવ્યો નથી. જેના કારણે દર વર્ષે અમેરિકામાં 3 લાખથી વધુ મૃત્યુ થાય છે. આટલા લોકો 9/11ના હુમલામાં પણ મર્યા ન હતા. અફઘાનિસ્તાનમાં પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા નથી, જ્યાં અમેરિકાએ ટ્રિલિયન ડૉલર પાણીની જેમ વહાવ્યા હતા.

ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, આ બધા શબ્દો આપણને વાતો લાગે છે. એવું લાગે છે કે આ કોઈ એવી કાલ્પનિક વસ્તુ છે, જેનો આપણા જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી. હવામાન બરબાદ થઈ રહ્યું છે, ઠંડીમાં વરસાદ પડી રહ્યો છે, ઉનાળામાં વરસાદ પડી રહ્યો છે, ઉનાળામાં ઠંડી પડી રહી છે, કુદરતનું આખું સંતુલન ખોરવાઈ રહ્યું છે, પણ આપણે સમજી શકતા નથી કે આનું કારણ બીજું કોઈ નથી. આપણે જ છીએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે પર્યાવરણીય અસંતુલન આવનારા સમયમાં માનવતા માટે સૌથી મોટો ખતરો છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર વર્ષે 7 મિલિયન એટલે કે લગભઘ 70 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હવે પર્યાવરણ બચાવવાના નામે દર વર્ષે સમિટ પણ યોજાઈ રહી છે.

વિશ્વના તમામ શક્તિશાળી દેશો દર વર્ષે બેસીને ચર્ચા કરે છે કે કેવી રીતે વિશ્વને બરબાદ થતું અટકાવવું. કાર્બન ઉત્સર્જનને કેવી રીતે ઘટાડવું અને અંતે પરિણામ એ આવ્યું કે વિશ્વના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી દેશો પર્યાવરણનો નાશ કરવામાં સૌથી આગળ છે. મોટાભાગના કાર્બન ઉત્સર્જન તેમના દેશોમાં થઈ રહ્યા છે.

ટ્રિલિયન ડોલરની કમાણી કરી અંતરિક્ષમાં ફર્યા બાદ જેફ બેઝોસે ગ્લોબલ વોર્મિંગ માટે પોતાની અંગત સંપત્તિમાંથી 10 અબજ ડોલર આપવાનું વચન આપ્યું છે. જો કે આ પહેલા તેણે અવકાશની મુસાફરી કરવા માટે માત્ર 4 મિનિટમાં $ 5.5 બિલિયન ઉડાવી દીધા હતા. આપણા દેશની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત અને ખરાબ હવા ધરાવતા દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ ટોચ પર છે. આપણે એમ કહી શકીએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણાથી ઉપર છે, જેમાં આપણે ત્રીજા નંબર પર છીએ.

માનવ અધિકાર, ન્યાય, સમાનતા આ બધુ બાદમાં છે પહેલા દરેક માનવીનો પ્રથમ અધિકાર એ છે કે તેને પીવા માટે શુદ્ધ પાણી અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળવી જોઈએ. આનાથી વધુ દુર્ભાગ્ય શું હોઈ શકે કે આપણે આપણા જ ઘરને બરબાદ કરી રહ્યા છીએ અને આપણને તેની જાણ પણ નથી.

આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

આ પણ વાંચો: ખેતીની ટેક્નોલોજીમાં નવા ફેરફારો હવે FICCI માં સ્માર્ટ અને ટકાઉ ખેતી પર ખેડૂતોને મળશે સાચી અને સચોટ જાણકારી

g clip-path="url(#clip0_868_265)">