India-Israel Relations: PM મોદી પહેલીવાર ઈઝરાયલના PM નફ્તાલી બેનેટને મળ્યા, દ્વિપક્ષીય સંબંધો પર કરી વાતચીત

PM Modi Meets Israeli PM Naftali Bennett: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને મળ્યા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરી હતી.

India-Israel Relations: PM મોદી પહેલીવાર ઈઝરાયલના PM નફ્તાલી બેનેટને મળ્યા, દ્વિપક્ષીય સંબંધો પર કરી વાતચીત
Pm narendra modi meets pm naftali bennett in scotland cop25 to discuss india israel relations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:20 PM

વડાપ્રધાન બેનેટે ટ્વીટ કર્યું, “નરેન્દ્ર મોદી, આખરે તમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો.”

Glasgow, Scotland : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ (Naftali Bennett)સાથે તેમની પ્રથમ મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું. ટૂંકી વાતચીત બાદ સોમવારે વડાપ્રધાન મોદી અને બેનેટની ઔપચારિક મુલાકાત થઈ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “અમારા વ્યૂહાત્મક ભાગીદાર સાથેના સંબંધોને આગળ ધપાવવામાં આવ્યા.પીએમ મોદી ગ્લાસગોમાં ઈઝરાયેલના વડાપ્રધાનને મળ્યા હતા. પ્રથમ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને ઉચ્ચ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી.” અગાઉ બેનેટ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના લોકો ઈઝરાયેલ સાથેની મિત્રતાને ખૂબ મહત્વ આપે છે.

પીએમ મોદીએ વીડિયો શેર કર્યો વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અહીં પહોંચેલા વડાપ્રધાન મોદીએ સોમવારે બેનેટ સાથે સૌહાર્દપૂર્ણ બેઠકમાં વાતચીત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરેલા એક વીડિયોમાં બંને નેતાઓ જોરદાર ચર્ચા દરમિયાન એકબીજાને શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું, “નિશ્ચિતપણે, અમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને પૃથ્વીને વધુ સારી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

બેનેટે મુલાકાત અંગે આનંદ વ્યકત કર્યો વડાપ્રધાન બેનેટે ટ્વીટ કર્યું, “નરેન્દ્ર મોદી, આખરે તમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો.” PM મોદી અને બેનેટ વચ્ચે ગયા મહિને જયશંકરની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન મુલાકાત થઈ હતી. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે જૂનમાં વડાપ્રધાન બનેલા બેનેટ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જુલાઈ 2017માં વડાપ્રધાન મોદીની ઈઝરાયેલની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને ઈઝરાયેલે તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લંબાવ્યા હતા.

ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો જ્ઞાન આધારિત ભાગીદારીના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં નવીનતા અને સંશોધનમાં સહયોગનો સમાવેશ થાય છે, જેમાં ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ આપવા સહીત ઇન્ડિયા ઇઝરાયેલ ટોક્સને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ક્લાઈમેટ સમિટમાં સુરીનામના રાષ્ટ્રપતિ અને મિત્ર ચાન સંતોખીને પણ મળ્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારા મિત્ર, સુરીનામના રાષ્ટ્રપતિ ચાન સંતોખીને મળવાની તક મળીને આનંદ થયો, જે દેશ સાથે ભારતના ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે.”

આ પણ વાંચો : કલાબેન ડેલકરે 51,300 મતની જંગી લીડ મેળવી પતિ મોહન ડેલકરનો રેકોર્ડ તોડ્યો, જાણો તેમની ભવ્ય જીત પાછળના કારણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">