અમેરિકાની મુલાકાત દરમિયાન PM મોદી ,રાષ્ટ્રપતિ જો બાઈડન, કમલા હેરિસ અને એપલના ચિફ સાથે કરશે મુલાકાત

|

Sep 20, 2021 | 2:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની (America)મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડન અને કમલા હેરિસ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે.

અમેરિકાની મુલાકાત દરમિયાન PM મોદી ,રાષ્ટ્રપતિ જો બાઈડન, કમલા હેરિસ અને એપલના ચિફ સાથે કરશે મુલાકાત
Pm modi & Joe biden (File Photo)

Follow us on

PM Modi US Visit:  પીએમ મોદી 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વોશિંગ્ટન ડીસી પહોંચશે અને 23 સપ્ટેમ્બરના રોજ તેઓ અમેરિકાના ટોચના સીઈઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ એપલના ચીફ ટિમ કૂક (Chief Tim Cook)સાથે મુલાકાત કરવાના છે. જો કે, અધિકારીઓએ આ બેઠકની વિગતો અંગે કોઈ પુષ્ટિ કરી નથી. મળતી માહિતી મુજબ, હજુ બેઠકના શેડ્યુલ પર વિચારણા કરવામાં આવી રહી છે.

ટોચના અમેરિકી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કર્યા બાદ પીએમ મોદી યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મૂળ ભારતીય છે. જો કે, આ બેઠકની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઈડન સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (Scott Morrison)અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને પણ મળશે. પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઈડન સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે અને 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં પણ ભાગ લેશે.

પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા

તમને જણાવી દઈએ કે બ્રિટનના વડાપ્રધાન (UK Prime Minister)  બોરિસ જોહ્ન્સનની યુએસ મુલાકાત પણ પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત સાથે જ છે.આથી પીએમ મોદી બ્રિટિનના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે અને 25 સપ્ટેમ્બરે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન કરશે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે.

જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત

જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ અગાઉ 2019 માં PM મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા.આ સિવાય અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના શાસન બાદ વિશ્વભરમાં વધેલી ચિંતા બાદ પણ પીએમ મોદીની આ મુલાકાત ખાસ રહેશે.

 

આ પણ વાંચો: પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

આ પણ વાંચો: Canada poll News: કેનેડામાં આજે પડશે વોટ, સમય કરતા વહેલા ચૂંટણી કરાવવાની કિંમત ચુકવવી પડશે પીએમ ટ્રુડો ને?

Next Article