પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર
અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન(New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
Punjab: પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi)શપથ ગ્રહણ કર્યા છે, સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચરણજીત ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા
અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન(New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ત્યારે તેમણે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. 58 વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007 માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા.
Congress MLA Charanjit Singh Channi takes oath as Punjab CM at Raj Bhawan pic.twitter.com/W68LmKIl70
— ANI (@ANI) September 20, 2021
રાહુલ ગાંધીએ ચરણજીત ચન્નીને શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સહિત હરીશ રાવત અને અજય માકન પણ ચરણજીત ચન્નીને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.
#WATCH Congress leader Rahul Gandhi and Punjab Congress president Navjot Singh Sidhu congratulate Charanjit Singh Channi on becoming the new Punjab CM#Chandigarh pic.twitter.com/QSl0QY9jI8
— ANI (@ANI) September 20, 2021
સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા
ચરણજીત ચન્નીએ રાજ્યના 17માં મુખ્યપ્રધાન પદના શપથ (Oath) ગ્રહણ કર્યા છે.પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ચરણજીત ચન્નીને મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા છે.સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે.
Punjab Governor Banwarilal Purohit administers the oath of office to Congress leader Sukhjinder S Randhawa. He is taking oath as a minister. pic.twitter.com/WLHMMGquKa
— ANI (@ANI) September 20, 2021
આ પણ વાંચો: Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video