કુવૈતમા ભારતીય શ્રમિકોને PM મોદીએ કહ્યું – હું 12 કલાક કામ કરું છુ

પીએમ મોદીએ કહ્યું કે, અમારું લક્ષ્ય 11 કરોડ શૌચાલય બનાવવાનું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા 15-16 કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે.

કુવૈતમા ભારતીય શ્રમિકોને PM મોદીએ કહ્યું - હું 12 કલાક કામ કરું છુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2024 | 2:14 PM

PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. પ્રથમ દિવસે તેમણે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઈન્ટરનેટ) છે અને જો આપણે દુનિયામાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા ઈચ્છીએ તો તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.

રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી

હું પણ 12 કલાક કામ કરું છું – પીએમ મોદી

વડા પ્રધાને કહ્યું કે હું વિકસિત ભારત 2047 વિશે વાત કરું છું કારણ કે મારા દેશના મજૂર ભાઈઓ જેઓ આટલા દૂરના સ્થળોએ કામ કરવા આવ્યા છે તેઓ પણ વિચારે છે કે તેમના ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બનાવવું. આ આકાંક્ષા મારા દેશની તાકાત છે.

હું આખો દિવસ વિચારતો રહું છું કે આપણા ખેડૂતો કેટલી મહેનત કરે છે. આપણા મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું આ બધા લોકોને મહેનત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેઓ 10 કલાક કામ કરે છે તો મારે પણ 11 કલાક કામ કરવું જોઈએ. જો તેઓ 11 કલાક કામ કરે છે તો મારે પણ 12 કલાક કામ કરવું જોઈએ અને બીજું તમે તમારા પરિવાર માટે મહેનત કરો છો કે નહીં? હું મારા પરિવાર માટે પણ કામ કરું છું, મારા પરિવારમાં 140 કરોડ લોકો છે, તેથી મારે થોડું વધારે કામ કરવું પડશે.

4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપ્યા

પીએમ મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ માત્ર સારા રસ્તા, સારા એરપોર્ટ, સારા રેલવે સ્ટેશન નથી. હું ઈચ્છું છું કે ગરીબમાં ગરીબના ઘરમાં પણ શૌચાલય હોવું જોઈએ. અમારું લક્ષ્ય 11 કરોડ શૌચાલય બનાવવાનું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં 4 કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા 15-16 કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે. હું દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મહત્વની બાબત છે ગરીબની ગરિમા અને સન્માન, તેને આ બધું મળવું જોઈએ.

કુવૈતમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. શનિવારે સવારે લગભગ 11.30 વાગ્યે કુવૈત પહોંચ્યા. 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ભારત તરફથી, છેલ્લી વખત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 43 વર્ષ પહેલા વર્ષ 1981માં કુવૈતની મુલાકાતે ગયા હતા. તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી 2009માં પશ્ચિમ એશિયાઈ દેશની મુલાકાત સમયે ત્યાં ગયા હતા.

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">