PM Modi in US: ન્યુયોર્ક પહોચ્યા PM મોદી, આજે UNGAની બેઠકમાં લેશે ભાગ, આતંકવાદ મુદ્દે આપી શકે છે કડક સંદેશ

QUAD સમિટમાં હાજરી આપ્યા બાદ બપોરે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જવા રવાના થયા હતા. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને વડાપ્રધાનની અમેરિકા યાત્રાના આગલા તબક્કા વિશે માહિતી આપી

PM Modi in US: ન્યુયોર્ક પહોચ્યા PM મોદી, આજે UNGAની બેઠકમાં લેશે ભાગ, આતંકવાદ મુદ્દે આપી શકે છે કડક સંદેશ
PM Modi in New York
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:33 AM

PM Modi in US: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ન્યૂયોર્ક (New York) પહોંચ્યા છે જ્યાં તેઓ UNGA ના 76 માં સત્રને સંબોધિત કરશે. વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Jo Biden) સાથે મુલાકાત કર્યા બાદ અને QUAD સમિટમાં હાજરી આપ્યા બાદ બપોરે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જવા રવાના થયા હતા. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને વડાપ્રધાનની અમેરિકા યાત્રાના આગલા તબક્કા વિશે માહિતી આપી હતી.

આ પહેલા શુક્રવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ મોદી વોશિંગ્ટનથી ન્યૂયોર્ક ગયા હતા. શુક્રવારે જ તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદી સાથે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાએ પણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા વોશિંગ્ટનમાં આયોજિત ક્વાડ લીડર્સ બેઠકમાં ભાગ લીધો હતો.

પ્રથમ વ્યક્તિગત ક્વાડ મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે અમારી ક્વાડ વેક્સીન પહેલ ઇન્ડો-પેસિફિક દેશો માટે ખૂબ મદદરૂપ થશે. તેમના લોકશાહી મૂલ્યોના આધારે, ક્વાડે હકારાત્મક વિચારસરણી, સકારાત્મક અભિગમ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. સપ્લાય ચેઇન હોય કે વૈશ્વિક સુરક્ષા, ક્લાઇમેટ એક્શન અથવા કોવિડ રિસ્પોન્સ અથવા ટેકનોલોજીમાં સહકાર, આ તમામ વિષયો પર મારા સહકર્મીઓ સાથે ચર્ચા કરીને મને ખૂબ આનંદ થશે.

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ જો બિડેને કોવિડની બીજી લહેર દરમિયાન ભારત સરકારે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે રસીની નિકાસ ફરી શરૂ કરવાના ભારત સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ સિવાય ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે નવા ઉચ્ચ ટેકનોલોજી પ્રોજેક્ટ પર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ સિવાય બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તાલિબાનોએ UNSC ઠરાવ 2593 પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ અને અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવો જોઈએ.

આ પણ વાંચો: Quad Summit 2021: વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત, બાઈડેન બોલ્યા-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા હોવી જોઈએ

આ પણ વાંચો: Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">