Quad Summit 2021: વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત, બાઈડેન બોલ્યા-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા હોવી જોઈએ
બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી
Quad Summit 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠકના ભાગરૂપે શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House) માં જો બાઈડેન (US President Jo Biden) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ કોવિડ -19 અને આબોહવા પરિવર્તન, વેપાર અને ઇન્ડો-પેસિફિક સહિત અનેક અગ્રતા મુદ્દાઓ પર ચર્ચા કરી.
બાદમાં, બેઠકનું વર્ણન કરતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ અમેરિકાની મુલાકાતના બીજા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હતી.
રાષ્ટ્રપતિ જો બિડેને કોવિડની બીજી લહેર દરમિયાન ભારત સરકારે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે રસીની નિકાસ ફરી શરૂ કરવાના ભારત સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ સિવાય ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે નવા ઉચ્ચ ટેકનોલોજી પ્રોજેક્ટ પર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
राष्ट्रपति जो बाइडेन ने कोविड की दूसरी लहर के दौरान भारत सरकार द्वारा लिए गए फैसलों की सराहना की। उन्होंने भारत सरकार द्वारा वैक्सीन का निर्यात फिर से शुरू करने के फैसले का स्वागत किया: विदेश सचिव हर्षवर्धन श्रृंगला pic.twitter.com/u7eSGUJJa7
— ANI_HindiNews (@AHindinews) September 24, 2021
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ હોવું જોઈએ – જો બાઈડેન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા(Harshvardhan Shirngla) એ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (US President Jo Biden) સ્પષ્ટપણે વ્યક્ત કર્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ. બંને દેશો સહમત થયા કે આતંકવાદ એક મહત્વનો મુદ્દો છે. તે જ સમયે, બંને દેશો આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.
આ સિવાય બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તાલિબાનોએ UNSC ઠરાવ 2593 પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ અને અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવો જોઈએ. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ન્યૂયોર્ક જવા રવાના થશે. તેઓ આવતીકાલે સવારે UNGA ના 76 માં સત્રને સંબોધિત કરવાના છે.
दोनों देशों(भारत-अमेरिका) ने अफगानिस्तान में आतंकवाद से लड़ाई के महत्व पर चर्चा की। उन्होंने कहा कि तालिबान को UNSC प्रस्ताव 2593 के प्रति अपनी प्रतिबद्धता का ध्यान रखना चाहिए और अफगान क्षेत्र का इस्तेमाल आतंकी गतिविधियों के लिए नहीं होना चाहिए: विदेश सचिव हर्षवर्धन श्रृंगला pic.twitter.com/y5UcFRPxBF
— ANI_HindiNews (@AHindinews) September 24, 2021
આ પણ વાંચો: Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ