UN માં વડાપ્રધાન મોદીએ કહ્યું જમીન અને તેના સંસાધનો પરનું દબાણ ઓછું કરવું પડશે
વડાપ્રધાન મોદી (PM MODI) એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) માં ‘રણ વિસ્તાર અને ખરાબ જમીનમાં થઈ રહેલો વધારો અને દુષ્કાળ’ અંગે આયોજિત એક ઉચ્ચસ્તરીય સંવાદમાં સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન મોદી (PM MODI) એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) માં ‘રણ વિસ્તાર અને ખરાબ જમીનમાં થઈ રહેલો વધારો અને દુષ્કાળ’ અંગે આયોજિત એક ઉચ્ચસ્તરીય સંવાદમાં સંબોધન કર્યું હતું. UNની રણ વિસ્તાર વધારાને અટકાવવા માટેના કોન્ફરન્સ ઓફ પાર્ટીના 14માં સત્રમાં અધ્યક્ષીય સંબોધન કર્યું.
વડાપ્રધાન મોદી (PM MODI) એ કહ્યું કે જમીન ખરાબ થવાથી વિશ્વના બે તૃતીયાંશ ભાગ પ્રભાવિત થયા છે અને જો તેની કાળજી લેવામાં નહીં આવે તો તે સમાજ, અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને જીવનની ગુણવત્તા અને સલામતીના પાયાને નબળી પાડશે.
UN માં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમીન એ જીવન અને આજીવિકાનો એક મૂળભૂત ભાગ છે અને દરેકને તે સમજવાની જરૂર છે. તેમણે કહ્યું –
“દુર્ભાગ્યે, જમીન ખરાબ થાવની અસર આજે વિશ્વના બે તૃતીયાંશ લોકો પર પડી છે. જો આની કાળજી લેવામાં નહીં આવે, તો તે આપણા સમાજો, અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને જીવનની ગુણવત્તા અને સલામતીના પાયાને નબળી પાડશે. તેથી આપણે જમીન અને તેના સંસાધનો પર જબરદસ્ત દબાણ ઘટાડવું પડશે. આગળ ઘણું કરવાનું બાકી છે. સાથે મળીને આપણે આ કરી શકીએ છીએ.”
વડાપ્રધાન મોદી (PM MODI) એ કહ્યું કે ભારતમાં હંમેશા જમીનને મહત્વ આપવામાં આવ્યું છે અને લોકો તેને તેની માતા માને છે. તેમણે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય મંચોમાં જમીનના ખરાબ થવાને એક મુદ્દો બનાવ્યો છે.
In India, over the last 10 years, around 3 million hectares of forest cover had been added. This has enhanced the combined forest cover to almost 1/4th of country’s total area. We are on track to achieve our national commitment of land degradation neutrality: Prime Minister Modi pic.twitter.com/kfH6xzND62
— ANI (@ANI) June 14, 2021
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે 30 લાખ હેક્ટર જમીન ઉમેરી છે. નોંધનીય છે કે આ ઉચ્ચસ્તરના સંવાદમાં, રણ, જમીન ખરાબ થવી અને દુષ્કાળ સામે લડનારા પ્રયત્નોમાં જે પ્રગતિ થઈ છે તેનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. આ સાથે રણપ્રક્રિયા વિરુદ્ધ લડવાની અને ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની ક્રિયા યોજના પણ તૈયાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ કહ્યું કે જમીન ખરાબ થતી અટકાવવા અમે કેટલાક ખાસ અભિગમો અપનાવ્યા છે. કચ્છના રણનું બન્ની ક્ષેત્ર તેનું ઉદાહરણ છે. ગુજરાત સુખી ભઠ્ઠ ભૂમિથી પીડાય છે અને ખૂબ ઓછો વરસાદ પડે છે. તે પ્રદેશમાં, જમીનની પુનઃસ્થાપના ઘાસના મેદાનોના વિકાસ દ્વારા કરવામાં આવે છે જે જમીનને ખરાબ થતી રોકવામાં મદદ કરે છે.
