બ્રિટનમાં રાજકીય સંકટ ઘેરું, PM બોરિસ જોનસને રાજીનામું આપ્યું, આરોગ્ય અને નાણાં પ્રધાનો સહિત ઘણા લોકોએ સરકાર છોડી

બ્રિટનમાં રાજકીય સંકટ ઘેરું, PM બોરિસ જોન્સને રાજીનામું આપ્યું, આરોગ્ય અને નાણાં પ્રધાનો સહિત ઘણા લોકોએ સરકાર છોડી

બ્રિટનમાં રાજકીય સંકટ ઘેરું, PM બોરિસ જોનસને રાજીનામું આપ્યું, આરોગ્ય અને નાણાં પ્રધાનો સહિત ઘણા લોકોએ સરકાર છોડી
Boris Johnson
Dhinal Chavda

|

Jul 07, 2022 | 3:22 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન(Boris Johnson) આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે. બ્રિટન (Britain)ના મીડિયા અનુસાર, થોડા સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. તે કૌભાંડ અને વિવિધ આરોપોનો સામનો કરી રહ્યો છે. છેલ્લા દિવસથી તેમની સરકારમાં 50 થી વધુ રાજીનામા આપવામાં આવ્યા છે. વેલ્શ સેક્રેટરી સિમોન હાર્ટે પણ રાજીનામું આપી દીધું છે.

છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.

બે મહિનામાં બીજી વખત સરકાર પર કાળા વાદળો છવાયા બાદ હવે સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા હવે અંતે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી.

નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. ત્યાં આગળ શું થશે? જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?

બોરિસ જોનસનનું શું થશે?

પાર્ટીગત મામલે છેલ્લા મહિને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહિના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય. આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે, 12 મહિનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે. કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે. આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે. આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati