માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવેલુ વિમાન, 300 ભારતીયો સાથે આજે મુંબઈ પરત ફરશે

ફ્રાન્સથી 300 મુસાફરોને લઈને વિમાન આજે મુંબઈ એરપોર્ટ પર ઉતરશે, દુબઈથી નિકારાગુઆ જતા આ વિમાનમાં માનવ તસ્કરી થઈ રહી હોવાની આશંકાથી ફ્રાન્સના પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પર વિમાનને ફ્રાન્સ સત્તાવાળાઓ દ્વારા અટકાવવામાં આવ્યું હતું.

માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવેલુ વિમાન, 300 ભારતીયો સાથે આજે મુંબઈ પરત ફરશે
Follow Us:
| Updated on: Dec 25, 2023 | 4:52 PM

300 થી વધુ મુસાફરો સાથેનું એક વિમાન સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે તેવી ધારણા છે. ત્રણ દિવસ પહેલા આ વિમાનને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય છે. સૂત્રોએ આ માહિતી આપી હતી કે રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટ આજે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે.

300 થી વધુ મુસાફરોને વહન કરતું એક વિમાન સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે તેવી ગણતરી છે, ત્રણ દિવસ પહેલા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર તેને માનવ તસ્કરીની શંકાને કારણે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય છે.

રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટ આજે સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્લેન પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જ્યાં તેને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને ગુરુવારે ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર 303 મુસાફરોને લઈને અટકાવવામાં આવી હતી.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

ગઈકાલ રવિવારે ચાર ફ્રેન્ચ ન્યાયાધીશો દ્વારા, અટકાયતમાં લેવાયેલા વિમાનના મુસાફરોની સઘન પૂછપરછ કરી હતી. માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયા અનુસાર, કેટલાક મુસાફરો હિન્દી અને કેટલાક તમિલ ભાષી હતા.

પ્રસ્થાન માટે વિમાનને મંજૂરી આપ્યા પછી, ફ્રેન્ચ ન્યાયાધીશોએ રવિવારે પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે મુસાફરોની સુનાવણી રદ કરવાનો નિર્ણય કર્યો. પ્લેનમાં 11 સગીરો સવાર હતા. જેમની સાથે અન્ય કોઈ નહોતું. શુક્રવારથી અટકાયતમાં લેવામાં આવેલા બે મુસાફરોની અટકાયત શનિવારે સાંજે 48 કલાક સુધી લંબાવવામાં આવી હતી.

વિદેશના તમામ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

Latest News Updates

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">