AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris News: માઈકલ જેક્સનની કેપની થવા જઈ રહી છે હરાજી, લગભગ 90 લાખ રૂપિયામાં વેચાય તેવી આશા

Paris News: સંગીત અને નૃત્યનું એક અલગ સ્વરૂપ દુનિયા સમક્ષ લાવીને અનેક પેઢીઓને પ્રેરણા આપનાર માઈકલ જેક્સનની કેપની હરાજી થઈ રહી છે.પ્રથમ વખત તેનું પ્રખ્યાત મૂનવોક ડાન્સ કરતા પહેલા માઈકલે (Michael Jackson) તેની બ્લેક ફેડોરા ટોપી સ્ટેજની બાજુમાંથી ફેંકી દીધી હતી, જે ચાર દાયકા પછી પેરિસની હરાજીમાં ફરીથી જોવા મળી શકે છે.

Paris News: માઈકલ જેક્સનની કેપની થવા જઈ રહી છે હરાજી, લગભગ 90 લાખ રૂપિયામાં વેચાય તેવી આશા
Michael Jackson Cap
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 6:05 PM
Share

Paris News: સંગીત અને નૃત્યનું એક અલગ સ્વરૂપ દુનિયા સમક્ષ લાવીને અનેક પેઢીઓને પ્રેરણા આપનાર માઈકલ જેક્સનની (Michael Jackson) કેપની હરાજી થઈ રહી છે. પ્રથમ વખત તેનું પ્રખ્યાત મૂનવોક ડાન્સ કરતા પહેલા માઈકલે તેની બ્લેક ફેડોરા ટોપી સ્ટેજની બાજુમાંથી ફેંકી દીધી હતી, જે ચાર દાયકા પછી પેરિસની હરાજીમાં ફરીથી જોવા મળી શકે છે. માઈકલની બ્લેક ફેડોરા ટોપી 64,000-107,000 ડોલરની વચ્ચે એટલે કે રૂ. 53,27,490 થી રૂ. 89,06,890 માં વેચાય તેવી અપેક્ષા છે.

હરાજીના આયોજક ઓર્થર પેરાઉલ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, “નકલી વસ્તુઓના વેચાણ અને તેની સામેના આરોપોને કારણે માઈકલની અસલી વસ્તુઓનું મૂલ્યાંકન ઘટ્યું છે, પરંતુ તેની ટોપી હજુ પણ સારી કિંમતે વેચી શકે છે. તમને જણાવી દઈએ કે આ પોપ આઈકન માઈકલની લગભગ 200 યાદગાર વસ્તુઓમાંથી એક છે.

એક વ્યક્તિ પાસે માઈકલની ટોપી હતી – ઓર્થર

“પ્રથમ મૂનવોક શો દરમિયાન, એડમ કેલી નામના વ્યક્તિએ માઈકલની ટોપી ઉપાડી અને વિચાર્યું કે કદાચ કોઈ તેને લેવા આવી રહ્યું છે, પરંતુ કોઈએ કર્યું નહીં,” ઓર્થરે કહ્યું. તેને વધુમાં સમજાવ્યું કે એડમે ટોપી ઘણા વર્ષો સુધી રાખી હતી, પરંતુ ત્યારથી તે પેરિસના કેટલાક ખાનગી કલેક્ટર્સમાંથી પસાર થઈ અને એક મોટી હરાજીમાં આવી. માઈકલની ટોપીની સાથે આ વસ્તુઓની પણ હરાજી થઈ રહી છે.

માઈકલની ટોપી સાથે પ્રખ્યાત બ્લૂઝમેન ટી-બોન વોકરના ગિટારની પણ હરાજી થઈ રહી છે, જે 150,000 યુરો એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે. આ હરાજીમાં ડેપેચે મોડના માર્ટિન ગોરે પહેરેલા સૂટનો પણ સમાવેશ થશે. આટલી બધી લોકપ્રિય હસ્તીઓની વસ્તુઓની હરાજી થઈ રહી છે ત્યારે એવું કહેવું ખોટું નહીં હોય કે સંગીતની યાદગીરી એક મોટો બિઝનેસ બની ગયો છે.

જુલિયનની હરાજીની ટ્વિટર પોસ્ટ

(Tweet: Julien’s Auctions Twitter)

રોકસ્ટાર કર્ટ કોબેનનું તૂટેલું ગિટાર લગભગ 5 કરોડ રૂપિયામાં વેચાયું

આ વર્ષે મે મહિનામાં અમેરિકન રોક બેન્ડ ‘નિરવાના’ના દિવંગત ફ્રન્ટમેન કર્ટ કોબેનના તૂટેલા ગિટારની પણ હરાજી કરવામાં આવી હતી. 1990 ના દાયકાની શરૂઆતમાં તેને તેનું આલ્બમ નેવરમાઈન્ડ બનાવતી વખતે તેને તોડી નાખ્યું. કર્ટ દ્વારા તૂટેલું બ્લેક ફેન્ડર સ્ટ્રેટોકાસ્ટર ગિટાર ન્યુ યોર્કના હાર્ડ રોક કાફે ખાતે જુલિયનની હરાજીમાં વેચવામાં આવ્યું હતું, જેની ઓળખ જાણીતી નથી.

આ ફણ વાંચો: Sydney News: CSA યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે સિડનીમાં કરશે અભ્યાસ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">