Paris News : ‘કોઈ પણ સુરક્ષિત નથી’ ફ્રાન્સમાં લોહી ચૂસનારા જંતુઓની સંખ્યા વધી, લોકોનું જીવન બન્યું મુશ્કેલ, સરકારે તૈયાર કર્યો પ્લાન
France Bedbug Epidemic : ફ્રાન્સમાં બેડબગ્સનું ફરીથી ઉદભવ થયો તે તાજેતરની સમસ્યા નથી. ત્રણ વર્ષ પહેલાં પણ દેશને બેડબગની વધતી જતી વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના જવાબમાં ફ્રેન્ચ સરકારે ડેડિકેટેડ વેબસાઇટ અને માહિતી હોટલાઇન સાથે બેડબગ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.
ફ્રાન્સની સરકાર આ દિવસોમાં રાજધાની પેરિસમાં બેડ બગના ઉપદ્રવમાં નોંધપાત્ર વધારો વિશે ખૂબ જ ચિંતિત છે અને તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લઈ રહી છે. વાસ્તવમાં, આ લોહી ચૂસનારા જંતુઓ જાહેર સ્થળોએ લોકોને પરેશાન કરતા હોવાના ઘણા અહેવાલો આવ્યા છે, જે પછી લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠવા લાગી છે.
આ પણ વાંચો : Paris News : પેરિસમાં ફરી શરૂ થયો વિરોધ, લોકોએ બેંકો અને પોલીસની ગાડીઓને બનાવી નિશાન
એક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ મુજબ પરિવહન પ્રધાન ક્લેમેન્ટ બ્યુને શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ બેડબગની ઘટનાઓમાં આ ભયજનક વધારાથી જનતાને આશ્વાસન આપવા અને સુરક્ષિત કરવાના હેતુથી વ્યૂહરચના વિકસાવવા માટે આગામી સપ્તાહમાં પરિવહન સંચાલકોને બોલાવશે. પેરિસ સત્તાવાળાઓ અને ટ્રેડ યુનિયનોના વધતા દબાણના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
પેરિસના ડેપ્યુટી મેયરે કહ્યું, ‘ગંભીર’ મુદ્દો
પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મુદ્દાને ‘વ્યાપક’ ગણાવ્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, આ ખતરાથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તે સમજાવે છે કે, “તમારે સમજવું પડશે કે કોઈ પણ વ્યક્તિ ખરેખર સુરક્ષિત નથી, દેખીતી રીતે જોખમો છે, પરંતુ ખરેખર તમને ક્યાંય પણ બેડ બગનો શિકાર થઈ શકો છો અને તે તમારા ઘરમાં પણ હોય શકે છે.”
શું કોઈ નવી સમસ્યા છે?
ફ્રાન્સમાં બેડબગ્સનું ફરીથી ઉદભવ એ તાજેતરની સમસ્યા નથી. ત્રણ વર્ષ પહેલાં દેશને બેડબગની વધતી જતી વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના જવાબમાં ફ્રેન્ચ સરકારે ડેડિકેટેડ વેબસાઇટ અને માહિતી હોટલાઇન સાથે બેડબગ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. જો કે ગ્રેગોઇરે ધ્યાન દોર્યું હતું કે આ પ્રયત્નો છતાં, “3.6 મિલિયન લોકો દરરોજ પેરિસની મુલાકાત લે છે અને એટલે જ બેડબગ્સ શહેરની બહાર જતા અટકતા નથી.”
બેડબગ્સના ઉપદ્રવના કારણો આવ્યા સામે
ફ્રાન્સની રાષ્ટ્રીય આરોગ્ય અને સ્વચ્છતા સંસ્થા, એન્સેસના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેડ બગનો ઉપદ્રવ માત્ર ફ્રાન્સમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઉભરતી ઘટના બની ગઈ છે. Enesse ના જોખમ મૂલ્યાંકન વિભાગના નિષ્ણાત જોહાન્ના ફીટે, વસ્તી વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય મુસાફરી અને ટૂંકા ગાળાના આવાસના ઉપયોગ જેવા પરિબળોને સમસ્યાનું કારણ આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો