Pakistan: ઈમરાન ખાનના ભાવિનો કાલે નિર્ણય, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, 6 મુદ્દાનો એજન્ડા જાહેર

ઈમરાનના લાખ પ્રયાસો છતાં આવતીકાલે વિપક્ષ દ્વારા તેમની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. વિપક્ષ પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે, તેમની પાસે ઇમરાનની સરકારને તોડી પાડવા માટે બહુમતી છે.

Pakistan: ઈમરાન ખાનના ભાવિનો કાલે નિર્ણય, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, 6 મુદ્દાનો એજન્ડા જાહેર
Imran Khan - File PhotoImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:36 PM

Pakistan: સુપ્રીમ કોર્ટ (Supreme Court) થી નિરાશ થયા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નેશનલ એસેમ્બલી(National Assembly)ને ભંગ કરવાના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના વિવાદાસ્પદ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે અને વિધાનસભા ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વડાપ્રધાન ખાનના ચૂંટણી યોજવાના આહ્વાનને પણ ગેરબંધારણીય પગલું ગણાવ્યું હતું. કોર્ટે નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કાસિરને શનિવારે (9 એપ્રિલ) સત્ર ફરીથી બોલાવવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન સવારે 10:30 વાગ્યાથી વધુ વિલંબિત થવો જોઈએ નહીં. સત્રને લઈને 6 મુદ્દાનો એજન્ડા પણ બહાર પાડવામાં આવ્યો છે.

 આવતીકાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે

સુપ્રીમ કોર્ટે સ્પીકરને શનિવારે સવારે 10 વાગ્યે નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો આદેશ આપ્યો હતો જેથી કરીને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય છે, તો દેશના નવા વડાપ્રધાનની ટૂંક સમયમાં પસંદગી કરવામાં આવે. પીએમ ખાનને સત્તા પરથી હટાવવા માટે, વિરોધ પક્ષોને 342 સભ્યોના ગૃહમાંથી 172 સભ્યોની જરૂર છે. જો કે, વિપક્ષનું કહેવું છે કે, તેમની પાસે પહેલાથી જ જરૂર કરતા વધારે સંખ્યા છે.

અત્યાર સુધી કોઈ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યું નથી

હવે ખાન પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન બને તેવી શક્યતા છે, જેઓ અવિશ્વાસ પ્રસ્તાવમાંથી બહાર ફેંકાઈ જશે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા 2018માં ‘નયા પાકિસ્તાન’ બનાવવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા. જો કે, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવાની મૂળભૂત સમસ્યાને ઉકેલવામાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયા. નેશનલ એસેમ્બલીનો વર્તમાન કાર્યકાળ ઓગસ્ટ 2023માં સમાપ્ત થવાનો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈ પણ પાકિસ્તાની વડાપ્રધાને પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Amarnath Yatra 2022: 2 વર્ષ બાદ ખુલશે બાબા બર્ફાનીના દ્વાર, આ દિવસથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન

આ પણ વાંચો : Surat: રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સી.આર.પાટીલનું નિવેદન, ”આગામી વિધાનસભા સત્રમાં કાયદો રદ કરવામાં આવશે”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">