ભારતના હુમલાના ભયથી પાકિસ્તાનના વિદેશી રોકાણકારો ગભરાયા, ઉચાળાની શરૂઆત
પાકિસ્તાન સામે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે ઉચ્ચારેલી ચિમકી બાદ પડોશી દેશના વિદેશી મૂડીરોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના ગૃહપ્રધાને વિદેશી રોકાણકારો સહિત પાકિસ્તાનના મોટા મૂડીરોકાણકારોને સુરક્ષાની ખાતરી આપી છે. જો કે આમ છતા દૂઘનો દાઝ્યો છાસ ફુંકીને પીવે તે રીતે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાની સ્થિતિ બાદ કાશ્મીરના મુદ્દે ભારત સામે ઉદભવનારી સંભવિત સ્થિતિથી રોકાણકારો ગભરાયા છે અને બાકીનુ મૂડીરોકાણ થોભો અને રાહ જૂઓની નીતિ હેઠળ લંબાવાયું છે.

પહેલગામ બૈસરન આતંકી હુમલા બાદ, ભારતીય સેના બદલો લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બદલો અકલ્પનીય રીતે લેવાની ઉચ્ચારેલી ખાતરીનુ પાકિસ્તાનને ભાન થઈ ગયું છે. ભારતે ફટકારેલી રાજદ્વારી સ્ટ્રાઈક કે જેમાં વ્યૂહાત્મક રીતે પાણી સંધિ રદ કરીને પાકિસ્તનામાં જઈ રહેલ નદીઓનું પાણી અટકાવ્યું છે. વિઝા ઉપર ભારત આવેલા પાકિસ્તાનીઓને ભારતમાંથી હાંકી કાઢવાના આદેશ આપવામાં આવ્યા છે.
આવા પગલાં બાદ હવે પાકિસ્તાની સેના અને સામાન્ય લોકોમાં ભારતીય સૈન્ય હુમલાનો ભય પ્રવર્તે છે. સૈન્ય કાર્યવાહીનો આ ભય હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. જેને લઈને પાકિસ્તાનને મદદ કરતી વિદેશી શક્તિઓ પણ પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહી છે.
પાકિસ્તાનના રોકાણકારોને ઉચાળા ભરતા અટકાવવા માટે, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ વિદેશી રોકાણકારોને ખાતરી આપી હતી કે, પાકિસ્તાન રોકાણ કરવા માટે એક સલામત દેશ છે અને સરકાર ‘દરેક કિંમતે તેમનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કુદરતી સંસાધનોમાંથી પૈસા કમાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે અને વિવિધ પ્રોજેક્ટ્સમાં વિદેશી રોકાણને આમંત્રણ આપ્યું છે, છતાં બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડતી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં વિદેશી નાગરિકો પર હુમલા થયા છે. જ્યારે, ભારત સાથેના તણાવને કારણે, ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી જોવા મળી રહી છે.
વિદેશી રોકાણકારો પાકિસ્તાનના મંત્રીને મળ્યા
મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાનના ગૃહમંત્રી લાહોરમાં વિદેશી રોકાણકારોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. વિદેશી મૂડીરોકાણકારોને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પગલાં અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત, પાકિસ્તાન સરકારે રોકાણકારોના સૂચનોની નોંધ લીધી અને તેમને ખાતરી આપી કે તેઓ ઈચ્છે છે તે પ્રકારના પગલાં કાયદાના દાયરામાં રહીને લેવામાં આવશે.
વિદેશી રોકાણકારો ભારતના ગુસ્સાથી ડર્યા
ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં મોટા પાયે રોકાણ કર્યું છે. એવું કહેવાય છે કે આ રોકાણોને કારણે દેવામાં ડૂબેલું પાકિસ્તાન પોતાના દમ પર માંડ માંડ ટકી રહ્યું છે. હવે, ભારતના ગુસ્સાને કારણે, વિદેશી રોકાણકારોને ડર હોઈ શકે છે કે, હુમલા પછી પાકિસ્તાનમાં રોકાણ કરેલા તેમના પૈસા ધોવાઈ જશે.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.