અફઘાનિસ્તાનમાં અમેરિકાએ છોડેલા હથિયારો પર પાકિસ્તાનની નજર, તાલિબાન પાસેથી કરશે ખરીદી
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ કહ્યું, 'અમેરિકન મૂળના હથિયારો, ખાસ કરીને નાના હથિયારો પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. પરંતુ જે રીતે તાલિબાનની જીતે ત્યાં આતંકવાદી જૂથોને પ્રોત્સાહિત કર્યા છે, તેનાથી પાકિસ્તાનમાં જ હિંસા માટે આ હથિયારોનો ઉપયોગ થવાની સંભાવના છે.
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP)ના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પાકિસ્તાન તાલિબાન(Taliban) પાસેથી અમેરિકી સૈન્ય હથિયારો ખરીદી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બની ત્યારથી ટીટીપીના ગઢ ઉત્તર વઝીરિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અફઘાનિસ્તાન(Afghanistan)માંથી યુએસ દળોની પીછેહઠ બાદ તાલિબાન દ્વારા જપ્ત કરાયેલા અમેરિકન (American weapons) શસ્ત્રો અફઘાન બંદૂક ડીલરો દ્વારા સ્ટોર્સમાં ખુલ્લેઆમ વેચવામાં આવે છે જેઓ સરકારી સૈનિકો અને તાલિબાન સભ્યોને બંદૂકો અને દારૂગોળો માટે ચૂકવણી કરતા હતા. અમેરિકી પ્રશિક્ષણ અને સહાયતા કાર્યક્રમ હેઠળ આ સાધનો મૂળરૂપે અફઘાન સુરક્ષા દળોને આપવામાં આવ્યા હતા. અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યા પછી, તાલિબાને મોટી સંખ્યામાં શસ્ત્રો એકઠા કર્યા અને દુકાનોમાં ખુલ્લેઆમ બંદૂકો વેચી.
ભારતે પાકિસ્તાન દ્વારા હથિયારોની ખરીદી પર ચિંતા વ્યક્ત કરી છે
આ દરમિયાન ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ પાકિસ્તાન (Pakistan) દ્વારા હથિયારોની ખરીદી પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આર્મી અધિકારીઓનું માનવું હતું કે ભારતમાં પ્રવેશ કરતા પહેલા ISI સંવર્ધિત આતંકવાદી જૂથો દ્વારા પાકિસ્તાનમાં હિંસા ફેલાવવા માટે હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. અધિકારીઓએ ભારતમાં કાર્યરત આતંકવાદી જૂથોને શસ્ત્રો પૂરા પાડવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ એજન્સીને કહ્યું, “ઘણા એવા ઇનપુટ છે જે સૂચવે છે કે આ યુએસ મૂળના હથિયારો, ખાસ કરીને નાના હથિયારો પાકિસ્તાનને મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતે તાલિબાનની જીતે ત્યાં આતંકવાદી જૂથોને પ્રોત્સાહિત કર્યા છે, તેનાથી પાકિસ્તાનમાં જ હિંસા માટે આ હથિયારોનો ઉપયોગ થવાની સંભાવના છે.
એક મહિના માટે યુદ્ધવિરામ કરાર
પાકિસ્તાન સરકાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) વચ્ચે તાજેતરમાં એક મહિનાના યુદ્ધવિરામ કરાર પર સહમતિ બની છે, જેથી દેશમાં લાંબા ગાળાની શાંતિ માટે વાતચીતને આગળ વધારી શકાય. ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખોરસાનીએ એક નિવેદનમાં કહ્યું કે બંને પક્ષો મંગળવારથી શરૂ થયેલા યુદ્ધવિરામના સમયગાળાનું સન્માન કરશે. બંને પક્ષોની સંમતિથી તેને આગળ વધારી શકાય છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના કાળા કરતૂતોની પોલ ખુલી, અસ્થિરતા ફેલાવવામાં નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા