AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada News: સુધરે એ પાકિસ્તાનીઓ નહી ! કેનેડામાં એક બીજા પર લાત મુક્કાઓ વરસાવી સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ Video Viral

કેનેડામાં આઝાદીની ઉજવણી કરી રહેલા બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન સ્થિતિ એવી હતી કે અથડામણમાં લાતો અને મુક્કા પણ માર્યા હતા. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Canada News: સુધરે એ પાકિસ્તાનીઓ નહી ! કેનેડામાં એક બીજા પર લાત મુક્કાઓ વરસાવી સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ Video Viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:42 PM

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા આવે છે. જોકે આ દરમ્યાન કેનેડામાં આઝાદીની ઉજવણી કરી રહેલા બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન સ્થિતિ એવી હતી કે અથડામણમાં લાતો અને મુક્કા પણ માર્યા હતા. જેનો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોની વાત કરીએ તો કેનેડાના મિસિસોગાથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લોકો લડતા જોવા મળી રહ્યા છે. કથિત રીતે તે પાકિસ્તાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો કેટલાય લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 14-07-2025
ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણો
Video : વિદેશી મહિલાએ તાજમહેલની વાસ્તવિકતા બતાવી, કેમેરામાં કેદ થયેલું આઘાતજનક દ્રશ્ય
બોલીવુડના કિંગ શાહરુખ ખાનના 10 સૌથી ફેમસ ડાયલોગ, જુઓ
2800 કરોડના માલિકની પત્નીનો આવો છે પરિવાર
4 બાળકોના પિતા રવિ કિશનનો આવો છે પરિવાર

સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હતો.

પાકિસ્તાનમાં બગડતી રાજકીય ગતિવિધિઓને જોતા આ વીડિયોને તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનહાલમાં એટોક જેલમાં બંધ છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમની ધરપકડના વિરોધમાં વીડિયોને લઈને આવી અથડામણ થઈ છે.

પાકિસ્તાની પત્રકાર અલી મોઈને આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “અમને કહેવામાં આવે છે કે સંસ્કારી સમાજ કેવી રીતે વર્તે છે અને ઇમરાન ખાન પણ આ વિશે લેક્ચર આપતા રહે છે. પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓ 14 ઓગસ્ટે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે. આ આ રીતે ઉજવણી કરી રહ્યા છે.”

બીજી તરફ અન્ય એક વીડિયો વાયરલ તહયો છે. પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસે જ શરમમાં પડવાનો વારો આવ્યો છે. પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, પરંતુ આ વખતે દુબઈમાં બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેનો ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ન હતો. આ આંતરરાષ્ટ્રીય ફજેતા પછી પાકિસ્તાનીઓએ હોબાળો મચાવ્યો હતો. લોકો પોતાના દેશને સમર્થન દર્શાવતા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડવા લાગ્યા.

આ પણ વાંચો : Pakistan: શું ચૂંટણી પહેલા ઈમરાન ખાનની હત્યા કરવા માંગે છે શાહબાઝ ? જેલમાં આપવામાં આવે છે ઝેર!

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના સેંકડો લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેઓ નિરાશ છે કે બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેમના દેશનો ધ્વજ દેખાતો નથી. પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે રાહ જોઈ રહ્યા હતા કે ડિસ્પ્લે પર તેમના દેશનો ધ્વજ જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">