AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: શું ચૂંટણી પહેલા ઈમરાન ખાનની હત્યા કરવા માંગે છે શાહબાઝ ? જેલમાં આપવામાં આવે છે ઝેર!

ઈમરાન ખાન જ્યારે મે મહિનામાં જેલમાં ગયો ત્યારે તેમને ઝેર આપવાના દાવા સામે આવ્યા હતા. પીટીઆઈના ગઠબંધન અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અહેમદે તે સમયે દાવો કર્યો હતો કે. પીએમએલ-એન ગઠબંધન ઈમરાન ખાનને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Pakistan: શું ચૂંટણી પહેલા ઈમરાન ખાનની હત્યા કરવા માંગે છે શાહબાઝ ? જેલમાં આપવામાં આવે છે ઝેર!
Imran Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 1:26 PM
Share

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દાવા તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ વતી કરવામાં આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમરાન ખાનને એટોક જેલમાં ‘સ્લો પોઈઝન’ આપવામાં આવી રહ્યા છે. ઈમરાનને ઘરનું ભોજન આપવાની ના પાડ્યા બાદ આ બાબતો સામે આવી રહી છે.

અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માગ

ઈમરાન ખાનને પંજાબની B-ક્લાસ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં આસપાસ ગાઢ જંગલ છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે જેલમાં પાણી ભરાઈ જાય છે. તેને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઈમરાન ખાનની 7 અરજીઓ ફગાવી દીધી છે. ઈમરાન વિરુદ્ધ ઘણા જુદા-જુદા કેસ ચાલી રહ્યા છે, જેમાં તેને કોર્ટમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી

કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને તેને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને એટોક જેલમાં રાખવામાં આવ્યો છે. હવે તેમની પાર્ટીના નેતાઓ તેમને અદિયાલા જેલમાં શિફ્ટ કરવાની માગ કરી રહ્યા છે.

જેલ ટ્રાન્સફર અંગેનો નિર્ણય હાઈકોર્ટમાં અનામત

સજાની સાથે જ ચૂંટણી પંચે ઈમરાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને અદિયાલા જેલમાં શિફ્ટ કરવાની માગ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. PTI ના નેતાઓએ ઈમરાન ખાનની સ્થિતિ અને પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના અંગે બેઠક યોજી હતી. આ દરમિયાન કથિત રીતે એવું પણ બહાર આવ્યું કે, ઈમરાન ખાનને મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને ધીમે ધીમે ઝેર આપવામાં આવે છે.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 4 ચીની નાગરિકો અને આર્મીના 9 સુરક્ષાકર્મી સહિત 13 લોકોના મોત- સૂત્ર

ઈમરાન ખાને પણ હત્યાની શક્યતા વ્યક્ત કરી

ઈમરાન ખાન જ્યારે મે મહિનામાં જેલમાં ગયો ત્યારે તેમને ઝેર આપવાના દાવા સામે આવ્યા હતા. પીટીઆઈના ગઠબંધન અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અહેમદે તે સમયે દાવો કર્યો હતો કે. પીએમએલ-એન ગઠબંધન ઈમરાન ખાનને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈમરાન પર ગોળીબારનો ઉલ્લેખ કરીને તેમણે સરકારની ખૂબ ટીકા કરી હતી. ખુદ ઈમરાન ખાને પણ ફાયરિંગ બાદ કહ્યું છે કે તેમના પર થયેલો હુમલો વાસ્તવમાં તેમને મારી નાખવાનો પ્રયાસ હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">