AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistanને ભારતની સૌથી વધુ જરૂર, બિલાવલ ભુટ્ટોને ગોવા આવતા પહેલા પાકિસ્તાની નિષ્ણાતની મળી સલાહ

થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણું બધું જોવા મળવાનું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઘણા વર્ષો પછી પાકિસ્તાનના કોઈ હાઈ-પ્રોફાઈલ નેતા ભારતની મુલાકાતે આવશે. આ પ્રવાસને લઈને પાકિસ્તાનમાં પણ ભારે હોબાળો મચી ગયો છે.

Pakistanને ભારતની સૌથી વધુ જરૂર, બિલાવલ ભુટ્ટોને ગોવા આવતા પહેલા પાકિસ્તાની નિષ્ણાતની મળી સલાહ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 9:03 PM
Share

4 અને 5 મેના રોજ ભારતના ગોવાના પણજીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની પરિષદ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવશે. 2014 પછી આ પ્રથમ વખત હશે જ્યારે પાકિસ્તાનના કોઈ ઉચ્ચ સ્તરીય નેતા ભારતની મુલાકાતે આવશે. આ કોન્ફરન્સને લઈને ભારતમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પાકિસ્તાનમાં આને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાચો: Pakistan: કંગાળ પાકિસ્તાને ફરી અમેરિકા પાસે માંગી ભીખ, કહ્યું- સેના માટે આર્થિક મદદ પરનો પ્રતિબંધ હટાવો

બિલાવલના ગોવા આગમન પહેલા પૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવા સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. બાજવાએ ભારત સાથેના સંબંધો સુધારવા માટે પડદા પાછળ ઘણા પ્રયત્નો કર્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો માની રહ્યા છે કે, બિલાવલ ભુટ્ટોનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મંદીમાં અર્થતંત્ર અને કાશ્મીર કંટાળાજનક મુદ્દો

ભારત-પાકિસ્તાન બાબતોના નિષ્ણાત શહજાદ ચૌધરીએ મીડિયામાં એક લેખ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, બાજવા નવેમ્બર 2022માં નિવૃત થયા હતા. તેના પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તે કેટલા સાચા છે તે જાણી શકાયું નથી. પરંતુ પાકિસ્તાનની ભારતની નીતિ આજ દિન સુધી બદલાઈ નથી. કમર જાવેદ બાજવાની આ નિતીને બદલવા માંગતો હતો, પરંતુ તેમ તે કરી શક્યો નહીં. તેમના મતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે.

દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વળી, હવે કાશ્મીર અને ભારત-પાકિસ્તાન વિશ્વ માટે કંટાળાજનક અને જુનો મુદ્દો બની ગયો છે. તેમનું કહેવું છે કે, ભારત આર્થિક અને રાજકીય સ્તરે વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કાશ્મીરના લોકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાની કિંમત ચૂકવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા આ મુદ્દે જે પણ દલીલો આપવામાં આવે છે, તે સંપૂર્ણપણે નિમ્ન સ્તરની છે. તેમનું કહેવું છે કે, કાશ્મીર વિશે વિચારવું પડશે કારણ કે, અહીંના લોકોએ ખુબ સહન કર્યું છે.

દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીતની જરૂર

શહજાદ ચૌધરીનું કહેવું છે કે, કાશ્મીરના લોકોના જીવનને સુધારવા માટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીતની જરૂર છે. કાશ્મીરીઓ પછી પાકિસ્તાનીઓનો નંબર આવે છે. જેઓ ભાગલા પછીના સૌથી ખરાબ આર્થિક સમય પસાર થઈ રહ્યા છે. આ લોકોને રાહત અને રોજગારની જરૂર છે જેથી તેઓ સારું જીવન જીવી શકે. સારા અર્થતંત્રનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે ભારત સાથે વેપાર ફરી શરૂ થશે. પાકિસ્તાને પ્રાદેશિક ધોરણે ભારત સાથે સંબંધોને પુનર્જીવિત કરવા પડશે. તેમનું કહેવું છે કે, વેપારને કાશ્મીર અને એલઓસીથી અલગ કરીને સક્રિય રાખવાની જરૂર છે. પાકિસ્તાનમાં દરેક સંસાધનો ઉપલબ્ધ કરાવવા હોય તો કનેક્ટિવિટી અને સંવાદ વધારવાની સખત જરૂર છે.

પાકિસ્તાનને ભારતની કેમ જરૂર છે?

પાકિસ્તાનના પ્રખ્યાત રાજનેતા શહઝાદનું માનવું છે કે, આ બધું સમાંતર પ્રવાહમાં ચાલી શકે છે અને તેને અલગ રીતે આગળ લઈ જઈ શકાય છે. તેમનું કહેવું છે કે, જે વસ્તુઓ સરળ છે અને સરળતાથી કરી શકાય છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આજે ભારતને કદાચ પાકિસ્તાનની જરૂર નથી. પરંતુ પાકિસ્તાનને ભારતની સૌથી વધુ જરૂર છે. વ્યૂહાત્મક રીતે, આ કદાચ ખરાબ સ્થિતિ છે પરંતુ તેના વિશે વિચારવું પડશે. આ સંબંધને વ્યૂહાત્મક સહ-સંબંધમાં ઘટાડવાનું વધુ સારું છે અને તે વધુ બગડે તે પહેલાં આ સમયે શક્ય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">