AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાંઘાઈના જાણીતા મોલમાં દોડી આવ્યા આરોગ્ય અધિકારીઓ, પછી મચી દોડધામ, જાણો શુ હતુ કારણ, જુઓ VIDEO

ચીનની સરકારે આ વર્ષે આ વર્ષની શરૂઆતમાં શાંઘાઈમાં (Shanghai) બે મહિનાના કડક લોકડાઉનની જાહેરાત કરી હતી, જેથી શૂન્ય કોવિડ પોલિસી હેઠળ કોરોનાના કેસોમાં થતો વધારો અટકી જાય.

શાંઘાઈના જાણીતા મોલમાં દોડી આવ્યા આરોગ્ય અધિકારીઓ, પછી મચી દોડધામ, જાણો શુ હતુ કારણ, જુઓ VIDEO
Shanghai
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 4:27 PM
Share

કોરોના મહામારીએ (Coronavirus) ચીનમાં જનજીવનને ખરાબ રીતે અસર કરી છે. દેશના અનેક ભાગોમાંથી સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે. આ દરમિયાન ચીનના સૌથી વ્યસ્ત શહેર શાંઘાઈમાંથી (Shanghai) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો ક્વોરેન્ટાઈનથી ડરીને શોરૂમમાંથી બહાર ભાગતા જોવા મળે છે. ખરેખર આ વીડિયો શાંઘાઈના આઈકિયા સ્ટોરનો છે. લોકો અહીં ખરીદી માટે આવ્યા હતા. પરંતુ અચાનક સમાચાર આવ્યા કે એક ખરીદનાર કોવિડ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં છે. આ પછી શહેરના આરોગ્ય અધિકારીઓએ નજીકના સંપર્કમાં રહેલા વ્યક્તિને શોધી કાઢવા માટે સ્ટોર બંધ કરવાનો આદેશ જાહેર કર્યો, જેના પછી સ્ટોરમાં ભાગદોડ થઈ હતી.

સ્ટોર બંધ કરવાનો આદેશ આવતા જ લોકો આઈકિયા શોરૂમમાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યા. પરંતુ અધિકારીઓએ તેમને રોકવા માટે મેઈન ગેટ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુકાનમાંથી બહાર આવતા જ લોકોની ભીડ ઉમટી પડી હતી. એક તરફ ભીડ ગેટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, તો બીજી તરફ અધિકારીઓ તેમને રોકવા માટે દરવાજો બંધ કરતા જોવા મળ્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. કારણ કે લોકોની ભીડ એટલી બધી હતી કે અધિકારીઓ કંઈ કરી શક્યા ન હતા અને જોતા જ તમામ લોકો શોરૂમમાંથી ભાગી ગયા હતા. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તિબેટથી પરત આવ્યો હતો 6 વર્ષનો સંક્રમિત બાળક

શાંઘાઈના લોકોએ આ વર્ષની શરૂઆતમાં બે મહિના માટે સખત લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. ચીનની સરકારે આ વર્ષની શરૂઆતમાં શાંઘાઈમાં બે મહિનાના કડક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેથી શૂન્ય કોવિડ પોલિસી હેઠળ કોરોનાના કેસોમાં થતો વધારો અટકી જાય. શાંઘાઈ હેલ્થ કમિશનના ડેપ્યુટી ડાયરેક્ટર ઝાઓ દંડને રવિવારે જણાવ્યું હતું કે આઈકિયા સ્ટોરને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે તિબેટના લ્હાસાથી એક વર્ષનો બાળક પાછો ફર્યો હતો, જેના સંપર્કમાં આવેલો વ્યક્તિ શોરૂમમાં આવ્યો હતો. આ જ વ્યક્તિને શોધી કાઢવા માટે સ્ટોરને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પરંતુ તેને એ નથી જણાવ્યું કે તે કેવી રીતે ખબર પડી કે કોવિડ પોઝિટીવ બાળકના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિ દુકાન પર આવી છે. ઝાઓએ કહ્યું કે જે લોકો આઈકિયા સ્ટોરમાં હતા. તેઓએ બે દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને પછી પાંચ દિવસ માટે આરોગ્યની દેખરેખ હેઠળ રહેવું પડશે.

g clip-path="url(#clip0_868_265)">