Surat: રખડતા ઢોર નિયંત્રણ કાયદાને લઈને સી.આર.પાટીલનું નિવેદન, ”આગામી વિધાનસભા સત્રમાં કાયદો રદ કરવામાં આવશે”

ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવા માટે વિધાનસભામાં (Assembly)કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે તેને લઇને ગુજરાતભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અલગ અલગ જિલ્લાઓની અંદર શહેરોની અંદર માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન (Protest) કરવામાં આવ્યું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2022 | 2:15 PM

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી વિધાનસભા સત્રમાં (Assembly session) રખડતા ઢોર નિયંત્રણ કાયદાને (Stray Cattle Control Act)  રદ કરવામાં આવશે.  સુરતમાં ઉદ્યોગ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા પાટીલે આ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઢોર નિયંત્રણ કાયદા અંગે ફેર વિચારણ કરવા અમે સરકારને રજૂઆત કરી હતી. જે અંગે સરકાર હકારાત્મક જવાબ આપ્યો છે અને આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો રદ કરવામાં આવશે તેવો પણ પાટીલે દાવો કર્યો.

ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવા માટે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે તેને લઈને ગુજરાતભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અલગ અલગ જિલ્લાઓની અંદર શહેરોની અંદર માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેને લઈને સરકારે કાયદા પર ફેરવિચારણા કરવાની વાત કરી હતી. જો કે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સરકારને આ અંગે કરાયેલી રજૂઆત મામલે હકારાત્મક જવાબ મળ્યુ હોવાનું જણાવ્યુ છે અને આગામી સમયમાં આ કાયદો રદ થશે તેવો દાવો કર્યો છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર રખડતા ઢોરોને લઈને રાજકારણ ગરમાયેલુ છે. 2022માં વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો હતો. તેમણે એવી ચીમકી આપી હતી કે સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજે જણાવ્યુ હતુ કે માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે.

આ પણ વાંચો-Banaskantha: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરુ, લાખો શ્રદ્ધાળુ દર્શનનો લાભ લઇ શકશે

આ પણ વાંચો-Rajkot: હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચવાનો પર્દાફાશ, આરોગ્ય વિભાગે અખાદ્ય રાઇનો જથ્થો જપ્ત કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">