AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ

કોરોનાને લગતા ઘણા સવાલોના લોકોના મનમાં થતા રહે છે. એવો જ એક સવાલ છે કે કોરોના વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે. ચાલો જાણીએ જવાબ.

કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ
Corona Knowledge: Why corona occurs even after vaccination?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 3:17 PM
Share

કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભારત પર ખુબ ભારે રહી છે. દેશે પ્રથમ કરતા બીજી લહેર સમયે મોટી તબાહી જોઈ. કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં એક જ વિકલ્પ છે અને એક છે વેક્સિન. વેક્સિન કાર્યક્રમ અંતર્ગત દેશમાં મહત્તમ વેક્સિન આપવાનો સંકલ્પ લઈને કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે વેક્સિનને લઈને ઘણી અફવાઓ પણ આવે છે. તેમજ ઘણા એવા અહેવાલો પણ આવે છે કે વેક્સિન લીધા બાદ પણ કોઈને કોરોના થયો.

આ વચ્ચે કેટલીક માન્યાતા, અફવા અને સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે ભારત સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર પણ આવા સવાલોના જવાબ આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરાયા છે. ચાલો આજે આપણે જાણીએ એ સવાલનો જવાબ જે લોકોને ખુબ વધુ વખત થાય છે. અને એ સવાલ છે,

વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના?

આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં ડોક્ટર અરુણ શર્માએ આપ્યો છે. તેઓ ICMR NIIRNCD, જોધપુરના ડિરેક્ટર છે. તેઓએ જણાવ્યું કે વેક્સિનનું ઉદ્દેશ્ય કોરોનાને સંપૂર્ણ રીતે રોકાવું નથી. હાલમાં આપણી પાસે જે વેક્સિન ઉપલબ્ધ છે, તેને મૂકાવવાથી બીમારીની સિવિયારિટી એટલે કે કોરોનાનું જોખમ ઓછું થશે. તેનાથી લોકોને હોસ્પિટલમાં ભરતી નહીં થવું પડે. તેમજ તેનાથી લોકોના જીવ જવાનું જોખમ ઓછું થઇ જશે. પરંતુ કોરોનાના સંક્રમણનો ફેલાવો વેક્સિનના માધ્યમથી સીધો નથી રોકાતો.

આ ઉપરાંત ડોક્ટર અરુણ શર્માએ જાણકારી આપી કે, ‘આ કારણે વારંવાર કહેવામાં આવે છે કે વેક્સિન લીધા બાદ પણ માસ પહેરેલું રાખો. વારંવાર હાથ ધોવો અને સોશિયલ અંતરનું પાલન કરો.’

જાહેર છે કે હવે વેક્સિન લીધા પછી ઘણા લોકો બેદરકાર બની જાય છે. જ્યારે લોકોને વેક્સિન મળી રહી છે, ત્યાર બાદ તેઓ સૌથી મોટી કરે છે તે એ છે કે માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો. સામાજિક અંતરના રાખવું અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવો. પરંતુ સૌએ એ જાણવું જરૂરી છે કે જો આ બેદરકારી રાખી તો કોરોનાથી જીત મેળવવી અઘરી પડી જશે.

આ પણ વાંચો: KBC 13: ફરાહ ખાને દીપિકાની સામે લીધું બિગ બીનું ઓડિશન, વિડીયો જોઈને તમે પણ હસી પડશો

આ પણ વાંચો: સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

Follow Us
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">